Site icon hindi.revoi.in

ભારતમાં પીએમ મોદી સૌથી લોકપ્રિય પુરુષોમાં અમિતાભ બચ્ચન,શાહરુખ અને સલમાનથી પણ આગળ

Social Share

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દુનિયામાં સૌથી વધુ લોકપ્રિયતા ધરાવતા ભારતીય પુરુષ છે. અમિતાભ બચ્ચન બીજા સ્થાને છે. મહિલાઓની શ્રેણીમાં ભારતમાંથી દીપિકા પાદુકોણ પહેલા ક્રમે છે. બ્રિટનની ઈન્ટરનેટ માર્કેટ રિસર્ચ અને ડેટા એનાલિટિક્સ ફર્મ YouGovએ આ વર્ષની દુનિયાની ટોપ-20 એડમાયર્ડ પુરુષો અને મહિલાઓની યાદી ગુરુવારે જાહેર કરી હતી. બિલ ગેટ્સ આ વર્ષે પણ વિશ્વના સૌથી લોકપ્રિય પુરુષ તરીકે યથાવત છે. જ્યારે મહિલાઓમાં મિશેલ ઓબામાએ એન્જિલિના જોલીને પાછળના ક્રમાંકે ધકેલીને પહેલું સ્થાન પ્રાપ્ત કર્યું છે. મિશેલ ઓબામા અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ બરાક હુસૈન ઓબામાના પત્ની છે. એન્જિલિના જોલી હોલીવુડની એક્ટ્રેસ છે.

દુનિયાના સૌથી લોકપ્રિય પુરુષોની યાદીમાં મોદી છઠ્ઠા ક્રમાંકે

નામ લોકપ્રિયતાની ટકાવારી રેન્ક
બિલ ગેટ્સ 9.6 1
બરાક ઓબામા 9.2 2
જેકી ચાન 5.7 3
શી જિનપિંગ 5.1 4
જેક મા 4.9 5
નરેન્દ્ર મોદી 4.8 6
ક્રિસ્ટિઆનો રોનાલ્ડ 4.3 7
દલાઈ લામા 4.2 8
લિયોનેલ મેસી 3.8 9
વ્લાદિમીર પુતિન 3.7 10
વૉરેન બફે 3.3 11
અમિતાભ બચ્ચન  2.9 12
એલન મસ્ક 2.9 13
ડોનાલ્ડ ટ્રમ્પ 2.6 14
પોપ ફ્રાંસિસ 2.4 15
શાહરૂખ ખાન 2.2 16
ઈમરાન ખાન 1.9 17
સલમાન ખાન 1.7 18
રેસેપ તૈયપ એર્ડોગન 1.5 19
એન્ડી લૉ 1.5 20

વિશ્વની સૌથી લોકપ્રિય મહિલાઓ-

નામ લોકપ્રિયતાની ટકાવારી રેન્ક
મિશેલ ઓબામા 8.8 1
ઓપેરા વિન્ફ્રે 6.9 2
એન્જિલિના જૉલી 6.8 3
ક્વીન એલિજાબેથ-2 5.9 4
એમ્મા વોટસન 4 5
મલાલા યૂસુફજઈ 3.9 6
પેંગ લિયુઆન 3.9 7
હિલેરી ક્લિન્ટન 3.6 8
તૂ યૂયૂ 3.5 9
ટેલર સ્વિફ્ટ 3.3 10
મેડોના 3 11
એન્જેલિના મર્કેલ 2.8 12
દીપિકા પાદુકોણ 2.8 13
પ્રિયંકા ચોપડા 2.8 14
એલેન ડિજેનર્સ 2.7 15
ઐશ્વર્યા રાય 2.7 16
સુષ્મિતા સેન 2.2 17
થેરેસા મે 2 18
મિલેનિયા ટ્રમ્પ 1.6 19
યાંગ મી 1.3 20

41 દેશોના 42 હજારથી વધારે લોકોના ઓનલાઈન ઈન્ટરવ્યૂમાંથી એકઠા કરેલા ડેટાના આધારે બંને શ્રેણીઓનું રેન્કિંગ કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વર્ષની રેન્કિંગમાં બે ક્રમાંક ઉપર આવ્યા છે. ગત વર્ષ તેઓ આઠમા ક્રમાંકે હતા. અમિતાભ બચ્ચન ત્રણ ક્રમાંક નીચે આવ્યા છે. શાહરૂખ અને સલમાન ખાને આ વર્ષે લિસ્ટમાં એન્ટ્રી કરી છે.

ટોપ-20 મહિલાઓમાં દીપિકા પાદુકોણના રેન્કિંગમાં કોઈ ફેરફાર થયો નથી. તે ગત વર્ષે પણ 13મા ક્રમાંકે હતી. પ્રિયંકા ચોપડા બે ક્રમાંક નીચે ઉતરી છે અને દીપિકા કરતા યાદીમાં નીચે છે. ઐશ્વર્યા રાય રેન્કિંગમાં પાંચ ક્રમાંક નીચે આવી છે. સુષ્મિતા સેનએ આ વર્ષે એન્ટ્રી કરી છે.

Exit mobile version