Site icon Revoi.in

UPના દેવરિયામાં મોદીએ કહ્યું- અહીંયા તો એવા લોકો છે જે ટોંટી પણ નથી છોડતા

Social Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઉત્તરપ્રદેશના દેવરિયામાં એક જનસભાને સંબોધિત કરીને વિપક્ષીય દળો પર જબરદસ્ત હુમલો કર્યો. વડાપ્રધાન મોદીએ એકવાર ફરી સપા-બસપા અને રાષ્ટ્રીય લોકતાંત્રિક દળના ગઠબંધનને મહામિલાવટી જણાવ્યું અને કોંગ્રેસની પણ ટીકા કરી.

વડાપ્રધાન મોદીએ સપા-બસપા ગંઠબંધનને આતંકવાદના મુદ્દે ઘેર્યું. તેમણે કહ્યું, “આતંકની સામે લડવું એ સપા અને બસપાનું કામ નથી. આજે 8 લોકો ચૂંટણી લડી રહ્યા છે તો તેઓ કહે છે કે અમે વડાપ્રધાન બનીશું, 20 સીટ્સ પર લડનારાઓ પણ વડાપ્રધાન બનવાના સપના જોઈ રહ્યા છે. આ એ લોકો છે ગલીના ગુંડા પર પણ લગામ કસી નથી શકતા, આતંકવાદ પર કેવી રીતે લગામ લગાવશે?”

કોંગ્રેસ હટાવશે દેશદ્રોહનો કાયદો

કોંગ્રેસ પર નિશાનો સાધીને વડાપ્રધાન મોદીએ કહ્યું, ‘કોંગ્રેસ કહે છે કે તે અમારા સૈનિકોને મળેલું સુરક્ષા કવચ, તેમને મળેલો વિશેષ કાયદો હટાવી દેશે. કોંગ્રેસ કહે છે કે તેઓ દેશદ્રોહનો કાયદો જ હટાવી દેશે.’

કોંગ્રેસની ઇચ્છા, જવાનો ઝેલે કેસ

પીએમ મોદીએ કોંગ્રેસ પર સુરક્ષાદળો વિરુદ્ધ થવાનો પણ આરોપ લગાવ્યો. તેમણે કહ્યું, ‘કોંગ્રેસ ઇચ્છે છે કે ભારતના ટુકડે-ટુકડા થવાના નારા લગાવનારાઓ, મા ભારતીને ગાળ આપનારા, નક્સલીઓને મદદ કરનારા, આપણા વીર જવાનોને પથ્થર મારનારાઓ મોજમાં રહે અને જીવ હથેળીમાં રાખનારા આપણા વીર જવાનો કોર્ટ કચેરીમાં કેસ લડતા રહે.’

અહીંયા ટોંટી સુદ્ધાંને નથી છોડતા

સમાજવાદી પાર્ટીના મુખિયા અખિલેશ યાદવ પર પરોક્ષ રીતે નિશાન સાધીને મોદીએ કહ્યું, “આ લોકો દિલ્હીમાં ફક્ત એટલા માટે સરકાર બનાવવા માંગે છે જેનાથી તેમના પરિવારો અને તેમના અંગત લોકોને ફરીથી લૂંટફાટ કરવાનું લાયસન્સ મળી શકે. કોઈ કોલસા લૂંટશે, કોઈ સેનાનો સરંજામ લૂંટશે. અહીંયા તો એવા લોકો છે ઇંટ-પથ્થર, રેતી અને ટોંટી સુદ્ધાં નથી છોડતા.”

મોદીની જાતિ ગરીબી

જાતિના મુદ્દે વિપક્ષને ઘેરતા મોદીએ કહ્યું, ‘જે લોકો મોદીની જાતિ જાણવા માંગે છે, તે લોકો સાંભળી લો. મોદીની એક જ જાતિ છે ગરીબ. ગરીબીથી નીકળીને હું અહીંયા પહોંચ્યો છું. ગરીબી જ મારી પ્રેરણા રહી છે.’

ભ્રષ્ટાચાર પર કડક પ્રહાર

વડાપ્રધાન મોદીએ કહ્યું, આ મજબૂત સરકાર છે એટલે જ ભ્રષ્ટાચાર પર કડક પ્રહાર થઈ શક્યો છે. દરેક પ્રકારનો કાયદો બનાવીને અમે ભ્રષ્ટાચારીઓનું જીવવું મુશ્કેલ કરી દીધું છે. ભ્રષ્ટાચારીઓની સંપત્તિ, પછી તે દેશમાં હોય કે વિદેશમાં, તેને સંપૂર્ણપણે જપ્ત કરનારો કાયદો તમારા આ ચોકીદારે બનાવ્યો છે.