- ગણેશ વિસર્જન સમયે ઘણું પ્લાસ્ટિક દરિયામાં જતુ હોય છે
- પીએમની અપીલઃ-ગણેશ વિસર્જનને પ્લાસ્ટિક મૂક્ત બનાવો
- દેરક લોકોને પ્રોજેક્ટ માટે શૂભેચ્છાઓ પાઠવી
- દરેકને વિસર્જન વખતે સાફ સફાઈ રાખવાની અપીલ કરી
- વિકાસના દરેક પ્રોજેક્ટ માટે શુભેચ્છાઓ.
આજે શનિવારના રોજ પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી મુંબઈ ખાતે પહોંચ્યા હતા જ્યા તેમણે મુંબઈવાસીઓને સંબોધન કર્યું હતું.તેમણે જનતાને ગણપતિ વિસર્જનને પ્લાસ્ટિક મુક્ત કરવાની અપીલ કરી હતી,આ ઉપરાંત ગણેશ વિસર્જનમાં ગંદકી ન ફેલાવતા, સાફ સફાઈ રાખવાની વાત પણ કરી હતી,વાતને આગળ વધાવતા પીએમ મોદીએ ઉદ્ધવ ઠાકરેને પોતાના નાના ભાઈ સમાન ગણાવ્યા હતા,અને કહ્યું હતું કે,જ્યા સુધી ઈસરોના વૈજ્ઞાનિકો સફળ ન થાય ત્યા સુધી તેઓ હાર નહી માને.
ઉલ્લેખનીય છે કે પ્રધાન મંત્રી મુંબઈમાં મેટ્રો યોજનાનું ઉદ્ધાટન અને શિલાન્યાસ કરવા માટે પહોંચ્યા હતા,ત્યાર બાદ તેઓ એ લોકોને સંબોધન કર્યું હતું, તે દરમિયાન મોદીજી એ કહ્યું હતું કે,’એક ભારતીય એક સંકલ્પ સાથે હું તમને પ્રાર્થના કરીશ,આપણે નક્કી કરેલા સંકલ્પને પૂરો કરવાનો આગ્રહ રાખીશ,તમે લોકો મુંબઈના હિતમાં છો, મહારાષ્ટ્રના હિતમાં જે સંકલ્પ લેવો હોય તે લઈ શકો છો’.
પ્રધાનમંત્રીએ કહ્યું કે “બપ્પાના વિસર્જન દરમિયાન ધણું બધુ પ્લાસ્ટિક અને અન્ય કચરો આપણા દરિયામાં જતો હોય છે,આ વખતે આપણે બધાએ મળીને પ્રયત્નો કરવાના છે કે,એવો સામાન જે પાણીને પ્રદૂષિત કરે છે તેને પાણીમાં નાખતા અટકાવશું,મને પુરો વિશ્વાસ છે કે તમારો આ જ ઉત્સાહ દેશને પ્લાસ્ટિક મૂક્ત કરવામાં મોટી ભૂમિકા ભજવશે.એક વાર ફરી તમને વિકાસના દરેક પ્રોજેક્ટ માટે શૂભેચ્છાઓ”.
આ કાર્યક્રમમાં પ્રધાન મંત્રીએ કહ્યું કે,આજે જ્યારે દેશ 5 ટ્રિલિયન ડૉલર ઈકોનૉમીના લક્ષ્ય તરફ વધી રહ્યો છે,ત્યારે આપણે આપણા શહેરોને પણ 21મી સદીના વિશ્વ મુજબ બનાવવું જોઈએ .આ સાથે અમારી સરકાર આગળના પાંચ વર્ષમાં આધુનિક ઈન્ફાસ્ટ્રક્ચર પર 100 લાખ કરોડ રુપિયાનો ખર્ચ કરવા જઈ રહી છે.આ સરકારને 100 દિવસ થયા છે અને આ 100 દિવસમાં જ કેટલાક અભૂતપૂર્વ કામો પૂર્ણ થયા છે,જે ઐતિહાસિક છે.
તેમએ વધુમાં કહ્યું હતું કે ,વિતેલા પાંચ વર્ષમાં આમચી મુંબઈના ઈન્ફાસ્ટ્રક્ચરને સુધારવા માટે અમે ખૂબ જ પ્રામાણિકતાથી પ્રયત્નો કર્યા છે,અહિયા ફડણવીસની સરકારે મુંબઈ અને મહારાષ્ટ્રના એક-એક પ્રોજેક્ટ માટે કેટલી મહેનત કરી છે તે હું જાણું છું.બાંદ્રા-કુર્લાને એક્સપ્રેસ હાઈવેને જોડનારો પ્રોજેક્ટ લાખો લોકો માટે મોટી રાહત લઈને આવશે, બીકેસી તો બિઝનેસ એક્ટિવિટીનું ખૂબ મોટૂ સેન્ટર છે, હવે અહી આવન-જાવન સરળ બનશે ,આ દરેક ઉપલબ્ધિઓ માટે હું તમને ખૂબ શૂભચ્છાઓ પાઠવું છું.

