Site icon hindi.revoi.in

IIT ગુવાહાટી દિક્ષાંત સમારોહમાં પીએમ મોદીની વિદ્યાર્થીઓને અપીલ – સ્થાનિક મુશ્કેલીઓને દુર કરવા માટે કરો રિસર્ચ

Social Share

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારના રોજ આઈઆઈટી ગુવાહાટીના દિક્ષાંત સમારોહને સંબોધિત કર્યો હતો,આ સમયગાળા દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, “વિદ્યાર્થીઓ માટે આ કાર્યક્રમ નવો અનુભવ છે કારણ કે કોરોનાવાયરસને કારણે ઘણો બધો બદલાવ આવી ચૂક્યો છે” , પીએમ મોદીએ વધુમાં કહ્યું હતું કે, પૂર્વોત્તર દેશો માટે ઘણું મહત્વનું છે કે,આ સ્થિતિમાં વિદ્યાર્થીઓનું સંશોધન અહીં અનેક નવા રસ્તાઓ ખોલી શકે છે.

પીએમ મોદીએ કહ્યું કે, જ્ઞાનને લઈને કોઈ  સીમા હોતી નથી હવે દેશમાં વિદેશી યૂનિવર્સિટીઓના કેમ્પર્સ પણ ખુલશે, જેથી કરીને આપણા વિદ્યાર્થીઓને બહાર દેશમાં અભ્યાસ માટે જવુ પડશે નહી,તેમણે વિદ્યાર્થીઓને અપીલ કરતા કહ્યું કે, તમે આ ક્ષેત્રમાં ઘણો સમય આપ્યો છે એવી સ્થિતિમાં તમારા સંશોધનમાં અહીંની સમસ્યાઓનું નિવારણ લાવો, સોલર ઊર્જા અને પર્યટન ઉદ્યોગો સહીત અનેક ક્ષેત્રોમાં તમારે કાર્ય કરવું જોઈએ.

પીએમ મોદીએ આઈઆઈટી ગુવાહાટીને અપીલ કરતા કહ્યું કે, “તમારે અહીં એક એવું કેન્દ્ર બનાવવું જોઈએ જે કુદરતી આફતો પર કામ કરે અને તેના ઉપાયો શોધી કાઢે. સ્થાનિક સંશોધન સાથે-સાથે  ગ્લોબલ ટેક્નોલોજી પર પણ ખાસ ધ્યાન આપવું જોઈએ”.

પ્રધાનમંત્રીએ  વધુમાં વિદ્યાર્થી કહ્યું કે, “જો તમે અહીં આવ્યા જ છો અને હવે જ્યારે તમારો અભ્યાસક્રમ પૂર્ણ કરી રહ્યાં છો, ત્યારે તમે તમારામાં તમને એક નવો ફેરફાર ચોક્કસ જોવા મળશે.  દેશનું ભવિષ્ય યુવાનો પર આધારીત છે, જેથી આ સમય ભવિષ્યની તૈયારી કરવાનો  છે. પીએમએ કહ્યું કે આઇઆઇટી ગુવાહાટીએ કોરોનાથી સંબંધિત કિટ્સ વિકસિત કરવાનું કામ કર્યું હતું”.

સાહીન-

 

 

Exit mobile version