Site icon hindi.revoi.in

રાહુલ ગાંધીને જન્મદિવસ પર પીએમ મોદીની શુભેચ્છા: ‘’ઈશ્વર સારું સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ આપે’’

Social Share

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કોંગ્રેસ અધ્ય7 રાહુલ ગાંધીને તેમના જન્મદિવસના પ્રસંગે શુભેચ્છા પાઠવીને તેમના સારા સ્વાસ્થ્ય અને દીર્ઘાયુની કામના કરી છે.

પીએમ મોદીએ ટ્વિટ કર્યું છે કે “શ્રી રાહુલ ગાંધીને તેમના જન્મદિવસ પર શુભેચ્છાઓ. ઈશ્વર તેમને સારું સ્વાસ્થ્ય આપે અને દીર્ઘાયુ બનાવે.”

લોકસભા ચૂંટણીઓ દરમિયાન બંને નેતાઓ વચ્ચે તીખી નિવેદનબાજી જોવા મળી હતી. આ ચૂંટણીઓમાં ભાજપના નેતૃત્વવાળા એનડીએ ભારે બહુમતી સાથે જીત પ્રાપ્ત કરી છે. રાહુલ ગાંધીનો જન્મ 1979માં 19 જૂને થયો હતો.

તો કોંગ્રેસે પણ પોતાના ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો શેયર કરીને રાહુલ ગાંધીને હેપ્પી બર્થડે કહ્યું છે. આ વીડિયાં રાહુલ ગાંધીની કેટલીક યાદગાર પળોને સામેલ કરવામાં આવી છે અને પાંચ વાતનો હાઈલાઈટ કરવામાં આવી છે, જેનાથી લોકોએ પ્રેરણા લેવી જોઈએ.

Exit mobile version