- આજથી શારદીય નવરાત્રિનો પ્રારંભ
- પીએમ મોદીએ ટ્વિટ કરી પાઠવી શુભેચ્છા
- નવરાત્રિના પાવન પર્વ પર ઘણી બધી શુભેચ્છા – પીએમ મોદી
- અન્ય નેતાઓએ પણ નવરાત્રિની આપી શુભકામનાઓ
અમદાવાદ: મા દુર્ગાની ઉપાસનાનો મહાપર્વ શારદીય નવરાત્રિ આજથી શરૂ થઈ રહ્યો છે. શારદીય નવરાત્રિ આસો મહિનાના શુક્લ પ્રતિપદથી વિજયાદશમીના દિવસ સુધી રહે છે,જેને મહાનવરાત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. આજે માં ના પ્રથમ સ્વરૂપ શૈલપુત્રીની વિધિ- વિધાન સાથે પૂજા કરવામાં આવશે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવરાત્રી નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે.
પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, નવરાત્રિના પાવન પર્વ પર ઘણી બધી શુભકામના. જગત જનની મા જગદંબા આપ સૌને સુખ,શાંતિ અને સમૃદ્ધિનું સંચાર કરે. જય માતા દી !
ॐ देवी शैलपुत्र्यै नमः॥
Pranams to Maa Shailputri on Day 1 of Navratri. With her blessings, may our planet be safe, healthy and prosperous. May her blessings give us strength to bring a positive change in the lives of the poor and downtrodden. pic.twitter.com/0iIMFx8cZz
— Narendra Modi (@narendramodi) October 17, 2020
વડાપ્રધાનએ ટ્વિટ કર્યું,”ॐ દેવી શૈલપુત્રીયે નમ:॥ નવરાત્રિના પ્રથમ દિવસે મા શૈલપુત્રીને પ્રણામ. તેમના આશીર્વાદથી અમારું ગ્રહ સલામત,સ્વસ્થ અને સમૃદ્ધ થઈ શકે છે. તેમના આશીર્વાદ અમને ગરીબોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાની શક્તિ આપે છે. ”
ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ કરીને કહ્યું કે, “નવરાત્ર” તપ, સાધના અને શક્તિ ઉપાસનાનું પ્રતીક છે. નવરાત્રિના મહાપર્વની તમામ દેશવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ. માં ભગવતી બધા ઉપર તેમની કૃપા અને આશીર્વાદો જાળવી રાખે. જય માતા દી! ”
રક્ષામંત્રી રાજનાથસિંહે કહ્યું કે,તમને અને તમારા સમગ્ર પરિવારને શારદીય નવરાત્રિના પર્વની હાર્દિક શુભેચ્છાઓ. या देवी सर्वभूतेषु शैलपुत्री रूपेण संस्थिता। नमस्तस्यै, नमस्तस्यै, नमस्तस्यै नमो नम:। જય માતા દી! ”
યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, “શક્તિના આરાધનાનો પાવન પર્વ ‘શારદીય નવરાત્રિ’ ની તમામ ભક્તોને શુભકામનાઓ. ” મા ભગવતીના આશીર્વાદથી વિશ્વમાં સકારાત્મક ઉર્જા અને નવી શક્તિનું સંચાર થાય. સમતા,બંધુત્વ અને સમરસતાની ભાવનાનો વિકાસ થાય,લોક કલ્યાણનો માર્ગ મોકળો કરે. માતાની કૃપા સમગ્ર જગતને પ્રાપ્ત થાય. જય માતા દી. ”
સપા અધ્યક્ષ અખિલેશ યાદવે ટ્વિટ કર્યું, ” શારદીય નવરાત્રિની બધાને મંગલમય શુભકામનાઓ!”
_Devanshi