- નવા સંસદ ભવનનોનું નિર્માણ કાર્ય હાથ ધરાશે
- પીએમ મોદી ડિસેમ્બર મહિનામાં શિલાન્યાસ કરશે
- ડિસેમ્બરની 10 તારીકે શિલાન્યાસ કરવામાં આવી શકે છે
દિલ્હીઃ- વડા પ્રધાન નરેન્દ્ર મોદી 10 ડિસેમ્બરના રોજ નવા સંસદ ભવનનો શિલાન્યાસ કરશે. મળતી માહિતી પ્રમાણેસંસદ સંકુલમાં પાંચ પ્રતિમાઓને નવી સંસદ ભવનના નિર્માણ કાર્ય માટે અસ્થાયીરૂપે વિસ્થાપિત કરવામાં આવશે. જેમાં મહાત્મ ગાંધી અને ભીમરાવ આંબેડકરની પ્રતિમાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જો કે આ પ્રતિમાઓ બાંધકામ પૂર્ણ થયા બાદ ફરીથી પોતોના સ્થાને સ્થાપિત કરવામાં આવશે.
નવા સંસદના નિર્માણ કાર્ય માટે ડિસેમ્બરની 10 તારીખ નક્કી કરવામાં આવી છે, જો કે માહિતી હજુ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી નથી,આ અંગેની તારીખ મંત્રાલય દ્રારા પૃષ્ટી કર્. બાદ જ બહાર પાડવામાં આવશે.
સંસદ ભવનના બાંધકામ માટે 861.90 કરોડ ટેન્ડર ટાટા પ્રોજેક્ટને મળ્યું છે
રાજપથ ખાતે સત્તાના કોરિડોરની નવી રચના માટે તૈયાર કરવામાં આવેલા સેન્ટ્રલ પાર્લામેન્ટ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનું લક્ષ્ય છે કે હાલના સંસદ ભવનની સમાનતાના આધારે નવા સંસદ ભવનનું બાંધકામ 21 મહિનામાં પૂર્ણ કરી દેવામાં આવે. સપ્ટેમ્બરમાં ટાટા પ્રોજેક્ટો લિમિટેડે નવા સંસદ ભવનના બાંધકામ માટે 861.90 કરોડની બોલી લગાવીને ટેન્ડર મેળવ્યું હતું.
બાપુની પ્રતિમામ સામે ઘરણા પર બેસવાની પરંપરા હવે બંધ થશે
નિર્માણ કાર્ય માટે વિસ્થાપિત થનારી પાંચ પ્રતિમાઓમાં રાષ્ટ્રપિતાની મહાત્મા ગાંધીજીની ધ્યાન મુદ્રા વાળી પ્રતિમા પણ શામેલ છે. આ 16 ફૂટ ઊંચી પ્રતિમાને કેમ્પસની અપ્રગટ ઘરણા સ્થળનો દરજ્જો મેળવેલ છે. સંસદ ભવનના ગેટ નંબર એકની સામે સ્થાપિત બાપુની આ પ્રતિમા સામે બેસીને જ સાંસદોએ સત્યગ્રહન રૂપમાં પોતાનો વિરોધ આંદોલન કરવાની પરંપરા રહી છે.
આ ગાંઘીજીની પ્રતિમાનું નિર્માણ જાણીતા શિલ્પકાર રામસુતાર દ્વારા કરવામાં આવ્યું હતું રાજ્યસભાની વેબસાઇટ પ્રમાણે, શહેરી વિકાસ મંત્રાલય દ્વારા સંસદ ભવન સમક્ષ ભેટમાં આપવામાં આવેલી આ પ્રતિમાનું અનાવરણ વર્ષ 2 ઓક્ટોબર 1993 ના રોજ તત્કાલીન રાષ્ટ્રપતિ ડો.શંકર દયાળ શર્માએ કર્યું હતું. આ મૂર્તિ વિસ્થાપિત થયા બાદ અહીં વર્ષોથી ચાલી આવતી ઘરણા પર બેસવાની પરંપરા સમાપ્ત થશે
સાહીન-