Site icon hindi.revoi.in

આજથી અદાણી જુથને લખનૌ એરપોર્ટની કમાન સોપવામાં આવી

Social Share

લખનૌ નું ચૌધરી ચરણસિંહ આંતરરાષ્ટ્રીય વિમાનમથક, જેણે મુસાફરોની સુવિધાથી લઈને આવક સુધીની સ્થિતિ પ્રાપ્ત કરી છે,આ એરપોર્ટ હવે  સોમવારથી ખાનગી હાથમાં સોપવામાં આવ્યું છે. હવે અદાણી જૂથ તેના વિકાસ, સંચાલન અને નાણાકીય બાબતો પર નિર્ણય લેશે.

લખનૌમાં ચૌધરી ચરણસિંહ આંતરરાષ્ટ્રીય વિમાનમથક, જેણે મુસાફરોની સુવિધાથી લઈને આવક સુધીની કેટેગરીમાં મહત્વનું સ્થાનપ્રાપ્ત કર્યું છે, ત્યારે હવે આજ રોજ સોમવારથી ખાનગી હાથોમાં આ એરપોર્ટની કમાન જશે. હવે અદાણી જૂથ તેના વિકાસ, સંચાલન અને નાણાકીય બાબતોના તમામ નિર્ણયો લેશે.

શનિવારના રોજ દિલ્હીથી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના અધિકારીઓની ટીમ સમગ્ર તૈયારીઓનું નિરિક્ષણ કરવા લખનૌ આવી પહોંચી છે. અડાણી સમૂહને 50 વર્ષ સુધી એરપોર્ટની જવાબદારી સોંપવામાં આવી છે.

અદાણી ગ્રૂપે આજથી એરપોર્ટનો હવાલો સંભાળી લીધો છે, પરંતુ ત્રણ વર્ષ સુધી એરપોર્ટ વહીવટ સાથે મળીને કામ કરશે. એરપોર્ટ ડિરેક્ટરને બાદ કરતાં, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના 124 અધિકારીઓ અને બિન-કાર્યકારી અધિકારીઓ અને કર્મચારીઓ પહેલાની જેમ જ કાર્ય કરશે, જો કે સમગ્ર દેખરેખ અદાણી જૂથના અધિકારીઓ રાખશે.

આ એક રીતે સંયૂક્ત પ્રબંધનનો કરાર છે,જે એક વર્ષ સુધી રેહેશે, ત્યાર બાદના બે વર્ષશ માટે આ જ કર્મચારી ડીમ્પ ડેપુટેશન પર અડાણી ગૃપ માટે કામ કરશે.

સાહીન-

Exit mobile version