- પીએમ મોદી સતર્કતા અને ભ્રષ્ટાચાર વિરુદ્ધના સમ્મેલનનું ઉદ્ઘાટન કરશે
- સમ્મેલનનો વિષય હશે,સતર્ક ભારત,સમુદ્ધ ભારત
- પીએમઓ તરફથી આપવામાં આવી માહિતી
દેશના વડા નરેન્દ્ર મોદી 27 ઓક્ટોબર મંગળવારના રોજ સતર્કતા અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ આયોજીત એક ખાસ સમ્મેલનનું ઉદ્ઘાટન કરનાર છે, કેન્દ્રીય તપાસ બ્યૂરો મારફત આયોજન કરવામાં આવેલા આ રાષ્ટ્રીય સમ્મેલનનો વિષય – સતર્ક ભારત,સમુદ્ધ ભારત રાખવામાં આવ્યો છે, આ સમ્મેલન ત્રણ દિવસ સુધી ચાલનાર છે, જે સતર્કતા જાગૃતતા સપ્તાહની સાથે સાથે યોજાઈ રહ્યું છે
પ્રધાન મંત્રી કાર્યાલય દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ પરિષદની પ્રવૃત્તિઓ જાગૃતિ અને લોકોની ભાગીદારી સહિતના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરનારી હશે, જાહેર જીવનમાં ગૌરવ અને અખંડિતતાના ભારતના સંકલ્પમાં કોઈ કસર બાકી રાખવી નથી.
સાહીન-