- ઇન્ડિયાને ફિટ બનાવવા પીએમ મોદી કરશે સંવાદ
- મિલિંદ સોમન અને રજુતા દિવેકર પણ થશે સામેલ
- ‘ફિટ ઈન્ડિયા સંવાદ’ ડિજિટલ માધ્યમથી આયોજિત કરવામાં આવશે
મુંબઈ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24 સપ્ટેમ્બરના રોજ ફિટ ઈન્ડિયા અભિયાનની પહેલી વર્ષગાંઠ નિમિતે લોકોમાં જાગૃતિ ફેલાવતા નજરે પડશે. આ પ્રસંગે પીએમ મોદી ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી, એક્ટર મિલિંદ સોમન, ફેમસ સેલિબ્રિટી ડાયટિશિયન રુજુતા દિવેકર સહીત અનેક હસ્તીઓ સાથે સંવાદ કરતા નજરે પડશે.
વડાપ્રધાન કાર્યાલય તરફથી જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ‘ફિટ ઈન્ડિયા સંવાદ’ ડિજિટલ માધ્યમથી આયોજિત કરવામાં આવશે. જેમાં પીએમ મોદી પ્રતિભાગીયોને સારી હેલ્થ સાથે ફીટ રહેવાની યુક્તિઓ કહેતા નજરે પડશે.
24 સપ્ટેમ્બરના રોજ, ફિટ ઇન્ડિયાની પહેલી વર્ષગાંઠ નિમિતે રાષ્ટ્રવ્યાપી ઓનલાઇન ફિટ ઇન્ડિયા સંવાદ દરમિયાન ફિટનેસના દીવાનો અને અન્ય લોકો સાથે સંવાદ કરશે. આ વાતચીતમાં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને એક્ટર મિલિંદ સોમન સિવાય અન્ય લોકો પણ ભાગ લેશે, જેના ફિટનેસથી લોકો પ્રેરિત થાય છે.
પીએમઓએ તેના નિવેદનમાં કહ્યું કે, કોરોના વાયરસ દરમિયાન ફિટનેસ એ ખૂબ જ મહત્વપૂર્ણ વિષય બની ગયો છે. આ કારણે જ આ સંવાદમાં આરોગ્ય, પોષણ અને ફિટનેસના ઘણા પાસાઓ વિશે વાત કરવાનું અસરકારક સાબિત થશે. ફિટ ઈન્ડિયા સંવાદ એ સામાન્ય લોકોની ભાગીદારીની સાથે ભારતને સ્વસ્થ રાષ્ટ્ર બનાવવાનો પ્રયાસ છે.
છેલ્લા એક વર્ષમાં ફિટનેસ ઇન્ડિયા મૂવમેન્ટ અંતર્ગત વિભિન્ન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેશભરના વિવિધ ક્ષેત્રના લોકોએ ભાગ લીધો હતો. અખબારી યાદી મુજબ ફિટ ઇન્ડિયા ફ્રીડમ રન, પ્લોગ રન, સાયક્લોથોન, ફિટ ઈન્ડિયા વીક, ફિટ ઈન્ડિયા સ્કૂલ સર્ટિફિકેટ અને અન્ય કાર્યક્રમોમાં સાડા ત્રણ કરોડથી વધુ લોકોએ ભાગ લીધો હતો.
તો બીજી તરફ ડાયેટિશિયન રુજુતા દિવેકરે સોશિયલ મીડિયા પર આ પોસ્ટ શેર કરી. તેમણે લખ્યું કે,પીએમ મોદીની સાથે દાળ, ભાત, ધી, દાદીમાં ના નુસ્ખાની સાથે ફૂડ અને ફિટનેસને લઈને ઘણી સારી વાતો ’24 સપ્ટેમ્બરે બપોરે 12 વાગ્યે’
_Devanshi