Site icon Revoi.in

ધરતીના સ્વાસ્થ્ય પર ક્લાઈમેટ ચેન્જ સમિટમાં પીએમ મોદીની સીધી વાત, “વાત નહીં હવે કામનો સમય”

Social Share

ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રની ક્લાઈમેટ ચેન્જ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામેલ થયા છે. સંયુક્ત રાષ્ટ્રની ક્લાઈમેટ ચેન્જ સમિટને પીએમ મોદી સિવાય 60 દેશોના નેતાઓ પણ સંબોધિત કરવાના છે. ક્લાઈમેટ ચેન્જ સમિટ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુનિવર્સ હેલ્થ કવરેજ પર થનારી બેઠકમાં ભાગ લેશે. તેના પછી તેઓ કતરના અમીર સાથે દ્વિપક્ષીય વાતચીતમાં ભાગ લેશે. રિન્યૂએબલ એનર્જીને પ્રોત્સાહન આપવા અને જળવાયુ પરિવર્તનથી નિપટવા માટે 24 સપ્ટેમ્બરે પીએમ મોદી ગાંધી સોલર પાર્કનું ઉદ્ઘાટન પણ કરશે.

ક્લાઈમેટ ચેન્જ સમિટના સવારના સત્રને પીએમ મોદી સિવાય જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલ, ન્યૂઝીલેન્ડ અને માર્શલ આઈલેન્ડના નેતા પણ સંબંધિત કરવાના છે. સંયુક્ત રાષ્ટ્રમાં ક્લાઈમેટ એક્શન સમિટમાં સત્ર શરૂ થઈ ચુક્યુ છે. યુએનના મહાસચિવ એંતોનિયો ગુતારેસ પણ હાજર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સમિટમાં સંબોધન કરતા કહ્યુ છે કે આ વર્ષે ભારતે સ્વતંત્રતા દિવસના પ્રસંગે સિંગલ યૂઝ પ્લાસ્ટિકના ઉપયોગને રોકવાનું આંદોલન શરૂ કર્યું છે. યુએનની આ ઈમારતમાં અમે ભારત દ્વારા લગાવવામાં આવેલા સોલર પેનલ્સનું ઉદ્ઘાટન કરીશું. તેમણે કહ્યુ હતુ કે હવે વાત કરવાનો સમય સમાપ્ત થઈ ચુક્યો છે, સમય છે કે દુનિયા હવે કામ કરે.

પીએમ મોદીએ કહ્યુ છે કે અમે જળ સંરક્ષણ માટે જળ જીવન મિશનની શરૂઆત કરી છે. રેન વોટર હાર્વેસ્ટિંગ પર પણ કામ કર્યું છે. આગામી કેટલાક વર્ષોમાં ભારત જળ સંરક્ષણના કામ પર 50 મિલિયન ડોલરનો ખર્ચ કરશે. તેમણે કહ્યુ છે કે લાલચ નહીં જરૂરત, આ આપણું માર્ગદર્શક મૂલ્ય છે. અમે અહીં માત્ર ગંભીર વાતો જ નહીં, પણ તેની સાથે પ્રેક્ટિકલ એપ્રોચ સાથે આવ્યા છીએ.

પીએમ મોદીએ કહ્યુ છે કે અમે ભારતમાં ટ્રાન્સપોર્ટ સેક્ટરમાં ઈ-મોબિલિટી પર જોર આપી રહ્યા છીએ. ભારત બાયોફ્યૂલ મેળવીને પેટ્રોલ-ડીઝલને વિકિસત કરવાનું કામ થઈ રહ્યું છે. અમે સાડા 11 પરિવારોને ગેસ કનેક્શન પણ ઉપલબ્ધ કરાવ્યા છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર અમારા સોલર એલાયન્સથી દુનિયાભરના 80 દેશ જોડાઈ ચુક્યા છે.

વડાપ્રધાન મોદી યુએનએસજીના ક્લાઈમેટ ચેન્જ એન્ડ લીડર્સ ડાયલોગ અને સ્ટ્રેટિજિક રિસ્પોન્સ ટૂ ટેરરિસ્ટ એન્ડ વાયલેન્ટ એક્સ્ટ્રીમિસ્ટ નરેટિવ્સમાં ભાગ લેશે. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવની ચેમ્બરમાં યુએન મહાસચિવ એન્તોનિયો ગુતારેસ દ્વારા આયોજીત ઉચ્ચસ્તરીય જળવાયુ પરિવર્તન શિખર સંમેલનમાં સામેલ થયા હતા.

મહત્વપૂર્ણછે કે સંયુક્ત રાષ્ટ્રની ક્લાઈમેટ ચેન્જ સમિટમાં રાષ્ટ્રપ્રમુખો, સરકાર અને પ્રધાનોને જ સંમેલનમાં બોલવાનો મોકો મળે છે, તેમણે જળવાયુ પરિવર્તન સંદર્ભેની કાર્યવાહીને લઈને કોઈ સકારાત્મક ઘટનાક્રમની ઘોષણા પણ કરવાની હોય છે.