Site icon hindi.revoi.in

પીએમ મોદી FAO ની 75મી વર્ષગાંઠ પર 75 રુપિયાના સિક્કાનું કરશે અનાવરણ

Social Share

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંયૂક્ત રાષ્ટ્રના ખાધ અને કૃષિ સંગઠનની આવનારી 75મી વર્ષગાઠ નિમિત્તે 16 ઓક્ટોબરને શુક્રવારના રોજ 75 રુપિયાનો સિક્કો જારી રકશે, આ પહેલા પીએમ મોદીએ રાજમાતા સિંધિયાની 100મી જન્મ જયંતિ પર પીએમ મોદીએ રુપિયા 100 ના સુક્કાનું પણ અનાવરણ કર્યું હતું.

આ પ્રસંગે બોયો ખેતીની જાતોને દેશને સમર્પિત કરશે પીએમ મોદી

બુધવારના રોજ વડા પ્રધાન કાર્યાલય તરફથી જારી કરવામાં આવેલા એક નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે કે, એફએઓની 75મી વર્ષગાઠ પર પીએમ મોદી 75 રુપિયાના સિક્કાનું અનાવરણ કરશે તેની સાથે સાથે તાજેતરમાં દેશમાં વિકસિત આઠ  પાકની 17 બાયો-ખેતીની જાતોને રાષ્ટ્રને સમર્પિત કરશે.

કૂપોષણને નાબૂદ કરવાનું લક્ષ્ય

પીએમઓ તરફથી જારી કરેલા બયાનમાં કહેવામાં આવ્યું છે, આ કાર્યક્રમ સરકાર તરફથી ખાસ કૃષિ અને પોષણ ક્ષેત્ર આપવામાં આવેલી ઉચ્ચ પ્રાથમિકતાને સમર્પિત કરવામાં આવશે,આ સાથે જ ભૂખ, અલ્પ પોષણ અને કૂપોષણને નાબુદ કરવા માટેના ખાસ સંકલ્પના લક્ષ્યને ધ્યાનમાં રખાશે .

આ કાર્યક્રમમાં દેશભરમાંથી લોકો જોડાશે

આ સમગ્ર કાર્યક્રમમાં દેશભરમાંથી આંગણવાડી, કૃષિ વિજ્ઞાન અને ઓર્ગેનિક અને બાગાયત અભિયાનો સાથે જોડાયેલા લોકો સામેલ થશે, આ પ્રસંગે ખાસ કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર, નાણાં મંત્રી નિર્મલા સીતારમણ અને મહિલા અને બાળ વિકાસ પ્રધાન સ્મૃતિ ઈરાની પણ આ કાર્યક્રમમાં ભાગ લેશે.

એફએઓ યસું છે અને તે શું કામગીરી કરે છે-જાણો

WFPએ વર્ષ 2020 નો નોબલ શાંતિ પુરસ્કાર જીત્યો છે.વૈશ્વિક સ્તરે ભૂખ અને ખોરાકની સુરક્ષા સામે લડવાના પ્રયત્નો માટે સંયુક્ત રાષ્ટ્રના આ કાર્યક્રમને આ સન્માન આપવાની તાજેતરમાં જ ઘોષણા કરવામાં આવી છે.

સાહીન-

Exit mobile version