Site icon hindi.revoi.in

‘પીએમ સ્વનિધિ યોજના’ લાગુ કરનાર ઉત્તર પ્રદેશ પ્રથમ રાજ્ય બન્યું – આજે પીએમ મોદી લાભાર્થીઓ સાથે કરશે વાત

Social Share

સમગ્ર દેશમાં લોકડાઉનના કારણે સામાન્ય જીવન જીવતા લોકોને આર્થિક મુશ્કેલીનો સામનો વેઠવો પડ્યો હતો, જેમાં ખાસ કરીને નાના નાના ઉદ્યોગો જેમ કે, નાની નાની દુકાનો ચલાવતા લોકો, ફેરી મારતા લોકો અને નાના પાયે ઘંઘો કરતા લોકોનો સમાવેશ થાય છે ,ત્યારે સ્ટ્રીટ વેન્ડરને ધ્યાનમાં લઈને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી સ્વનિઘિ યોજના વિકસાવી હતી ત્યારે હવે આ યોજનાને અમલમાં મુકનારા ઉત્તર પ્રદેશ પ્રથમ રાજ્ય બન્યું છે.

ઉત્તર પ્રેદષના શહેરો લખનૌ, વારાણસી, આગરા, પ્રયાગરાજ કાનપુર, ગોરખપુર અને ગાજિયાબાદ નગર નિગમ  દેશના ટોચના 10 શહેરો આ શ્રેણીમાં સમાવેશ પામ્યા છે, આ ઉપલબ્ધિને જોતા પીએમ મોદી આજરોજ રાજ્યના તમામા નગર સંસ્થાના લાભાર્થીઓ સાથે ‘વર્ચુઅલ’ સંવાદ કરશે.

શહેર વિકાસ વિભાગના પ્રવક્તાએ કહ્યું હતું કે, લોકડાઉનના કારણે મુશ્કેલીમાં સંપડાયેલાશેરી વિક્રેતાઓના વ્યવસાયને ફરીથી શરૂ કરવા 1 જૂનથી આ યોજના શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ, 7 લાખથી વધુ વિક્રેતાઓએ પોતાની નોંધણી કરાવી છે. તેમાંથી 6.40 લાખ અરજીઓ ઓનલાઇન મળી છે. 3 લાખ 62 હજાર અરજીઓ મંજૂરી કરવામાં આવી છે અને ૨.59 વિક્રેતાઓને પણ લોન આપવામાં આવી છે.

પ્રવક્તાએ જણાવ્યું કે, પીએમ સ્વાનિધિ યોજનામાં યુપીની શ્રેષ્ઠ કામગીરીને ધ્યાનમાં રાખતા વડા પ્રધાને લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કરવાનો નિર્ણય લીધો છે. મંગળવારના રોજ વડા પ્રધાન મોદી તમામ નાગરિક સંસ્થાઓના લાભાર્થીઓ સાથે સામૂહિક રીતે વર્ચુઅલ સંવાદ કરશે, પરંતુ કાર્યસ્થળ પર ત્રણ પંસદ કરાયેલા  લાભાર્થીઓ સાથે ખાસ વાત કરશે.

સાહીન-

Exit mobile version