- વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ખેડૂતો માટે મોટી જાહેરાત કરશે
- પીએમ મોદી ગુજરાતના 17 લાખથી વધુ ખેડુતોને આપશે ભેટ
- પીએમ ખેડુતો માટે ‘કિસાન સૂર્યોદય યોજના’ શરૂ કરશે
- ગિરનાર રોપ-વે અને હૃદયરોગથી સંબંધિત હોસ્પિટલનું કરશે ઉદ્દઘાટન
- વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ ત્રણ મોટા પ્રોજેક્ટ્સનું ઉદ્દઘાટન
દિલ્લી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ખેડૂતો માટે મોટી જાહેરાત કરવા જઈ રહ્યા છે. પીએમ મોદી આજે ગુજરાતના ખેડુતો માટે ‘કિસાન સૂર્યોદય યોજના’ શરૂ કરશે. આ યોજના હેઠળ ખેડુતોને સિંચાઈ માટે સવારે 5 થી રાત્રીના 9 વાગ્યા સુધી વીજળી મળશે. આ ઉપરાંત વડાપ્રધાન ગિરનાર રોપ-વે અને હૃદયરોગથી સંબંધિત હોસ્પિટલનું ઉદ્દઘાટન કરશે. પીએમ મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ ત્રણ મોટા પ્રોજેક્ટ્સનું ઉદ્દધાટન કરશે.
સવારે 5 થી રાત્રે 9 વાગ્યા સુધી વીજળી મળશે
કિસાન સૂર્યોદય યોજનાએ ગુજરાતના ખેડુતોને દિવસે વીજળી પુરી પાડવાની છે. આ યોજના હેઠળ હવે ખેડુતોને સવારે 5 વાગ્યાથી રાત્રીના 9 વાગ્યા સુધી વીજળી પુરી પાડવામાં આવી શકે છે. આ યોજનાનો લાભ ગુજરાતના 17.25 લાખ ખેડુતોને મળશે. રાજ્ય સરકારે 2023 સુધીમાં આ યોજના હેઠળ 3500 કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે. આ યોજનામાં 2020-21માં દાહોદ,પાટણ,મહીસાગર,પંચમહાલ,છોટા ઉદેપુર,ખેડા,તાપી,વલસાડ,આણંદ અને ગીર-સોમનાથ શામેલ છે. 2022-23 સુધીમાં બાકીના જિલ્લાઓને તબક્કાવાર રીતે આવરી લેવામાં આવશે.
ગુજરાત પ્રવાસનને મળશે વેગ
આ ઉપરાંત ગિરનારમાં વડાપ્રધાન રોપ-વેનું ઉદ્દધાટન પણ કરશે. આનાથી ગુજરાતમાં પર્યટનને વેગ મળશે. શરૂઆતમાં પ્રતિ કેબીન 8 લોકોની ક્ષમતાવાળા 25-30 કેબીન હશે. 2.3 કિ.મી.નું અંતર હવે રોપ-વે દ્વારા ફક્ત 5 મિનિટમાં આવરી લેવામાં આવશે. આ ઉપરાંત રોપ-વે ગિરનાર ટેકરીની આસપાસ લીલીછમ સુંદરતાનો સુંદર દૃશ્ય પણ પ્રદાન કરશે.
બાળ હૃદય હોસ્પિટલની શરૂઆત
પીએમ મોદી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી અને રિસર્ચ સેન્ટર સાથે સંકળાયેલ બાળ હૃદય હોસ્પિટલ અને ટેલી-કાર્ડિયોલોજી માટેના મોબાઇલ એપ્લિકેશનનું ઉદ્દધાટન પણ કરશે. તેની કિંમત 450 કરોડ રૂપિયા છે.
_Devanshi