Site icon hindi.revoi.in

હવે ખડૂતોની સમસ્યાનો આવશે અંત- આવતીકાલે પીએમ મોદી લોન્ચ કરશે 1 લાખ કરોડની ધિરાણ સુવિધા

Social Share

9 ઓગસ્ટ સવારે 11 વાગ્યે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફોરન્સના માધ્યમથી કૃષિ ઈન્ફ્રાસ્ટક્ચર ફંડ હેઠળ એક લાખ કરોડ રુપિયાની નાણાકીય સુવિધઆ લોન્ચ કરશે, જુલાઇ મનહિનામાં સરકારે કૃષિ માળખાગત સુવિધા માટે લોન આપવા એક લાખ કરોડના ભંડોળ સાથે કૃષિ માળખાગત ભંડોળ સ્થાપવાની મંજૂરી આપી હતી.

આ સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પીએમ-કિસાન યોજના હેઠળ 8.5 લાખ કરોડ ખેડૂતોને છઠ્ઠા હપ્તા તરીકે 17 હજાર કરોડ રુપિયા પણ રજુ કરશે, કૃષિ ઈન્ફ્રાસ્ટક્ચર ફંડ કોરોના વાયરસની મહામારી સામે લડવા માટે નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજુ કરવામાં આવેલા 20 લાખ કરોડ રુપિયાના પ્રોત્સાહન પેકેજનો એક ભાગ છે.

કૃષિ ઈન્ફ્રાસ્ટક્ચર ફંડ શું છે-જાણો

આ સમગ્ર બાબતે કૃષિ મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડનું સંચાલન ઓનલાઇન મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ (એમઆઈએસ) પ્લેટફોર્મ દ્વારા કરવામાં આવશે.આ સુવિધાની ગ્રામીણ વિસ્તારોમાં રોજગારીની તકોમાં વધારો થશે.

સાહીન-

Exit mobile version