Site icon hindi.revoi.in

આયુર્વેદ દિવસ: પીએમ મોદી આજે રાષ્ટ્રને બે આયુર્વેદિક સંસ્થાઓ સમર્પિત કરશે

Social Share

દિલ્લી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે પાંચમાં આયુર્વેદ દિવસ પર આયુર્વેદ સંસ્થાઓ- ગુજરાતના જામનગરની આયુર્વેદ શિક્ષણ અને સંશોધન સંસ્થા અને જયપુરની રાષ્ટ્રીય આયુર્વેદ સંસ્થાને રાષ્ટ્ર માટે સમર્પિત કરશે. આયુષ મંત્રાલયે આ અંગેની માહિતી આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ લોકાર્પણ વિધિમાં હાજરી આપશે.

મંત્રાલય મુજબ, બંને સંસ્થાઓ દેશની આયુર્વેદની પ્રતિષ્ઠિત સંસ્થાઓ છે. જામનગરની આયુર્વેદ અધ્યાપન અને સંશોધન સંસ્થાને સંસદ અધિનિયમ દ્વારા રાષ્ટ્રીય મહત્વના સંસ્થાનો દરજ્જો આપવામાં આવ્યો છે. જ્યારે જયપુરની રાષ્ટ્રીય આયુર્વેદ યુનિવર્સિટીને યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન દ્વારા માનદ યુનિવર્સિટીનો દરજ્જો આપવામાં આવ્યો છે.

આયુષ મંત્રાલય 2016થી દર વર્ષે ધન્વન્તરી જયંતીના અવસર પર આયુર્વેદ દિવસ ઉજવે છે.. આ વર્ષે તે 13 નવેમ્બરે આવે છે. મંત્રાલયના જણાવ્યા મુજબ જામનગરના આઈટીઆરએસ હાલમાં સંસદ અધિનિયમ દ્વારા રચાયેલ છે. તે વર્લ્ડ ક્લાસ હેલ્થ કેર સેન્ટર તરીકે ઉભરી રહ્યું છે. તેમાં 12 વિભાગ,ત્રણ ક્લિનિકલ પ્રયોગશાળાઓ અને ત્રણ સંશોધન પ્રયોગશાળાઓ છે.

પરંપરાગત દવાઓના ક્ષેત્રમાં સંશોધન કરવામાં તે પણ અગ્રેસર છે, હાલમાં અહીં 33 પ્રોજેક્ટ્સ શરૂ છે. આઇટીઆરએ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી કેમ્પસની ચાર આયુર્વેદિક સંસ્થાઓને જોડીને બનાવવામાં આવી છે. આયુષ ક્ષેત્રે પહેલી એવી સંસ્થા છે કે જેને આઈએનઆઈનો દરજ્જો મળ્યો છે.

કોવિડ – 19 ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પાંચમાં આયુર્વેદ દિવસને મોટાપાયે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર ઉજવવામાં આવી રહ્યો છે. સવારે 10.30 કલાકે પીએમ આ સંસ્થાનું ઈ-લોકાર્પણ કરશે.

_Devanshi

Exit mobile version