Site icon hindi.revoi.in

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ધ ઇન્ડિયા ટોય ફેરનું ઉદ્દઘાટન કરશે

Social Share

નવી દિલ્લી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે એટલે કે આજે ‘ધ ઇન્ડિયા ટોય ફેર’નું વર્ચ્યુઅલ ઉદ્દઘાટન કરશે. આત્મનિર્ભર ભારત અભિયાનમાં વોકલ ફોર લોકલ હેઠળ દેશમાં રમકડાના ઉત્પાદનનું વૈશ્વિક હબ બનાવવાના હેતુથી શિક્ષણ મંત્રાલય,મહિલા અને બાળ વિકાસ મંત્રાલય,કાપડ મંત્રાલય મળીને તેનું આયોજન કરી રહ્યા છે. અત્યાર સુધી તેમાં 10 લાખ રજિસ્ટ્રેશન થઇ ચૂક્યા છે

વિદ્યાર્થીઓ આ સ્પર્ધાના માધ્યમથી રમત અને અભ્યાસ વગેરે માટે રમકડા,ડિઝાઇન અને તકનીક તૈયાર કરશે. જેમાં વિજેતાઓને 50 લાખનું ઇનામ પણ આપવામાં આવશે. નવી શિક્ષણ નીતિ હેઠળ છઠ્ઠા ધોરણના વિદ્યાર્થીઓ કૌશલ્ય વિકાસ સહિત નાના કારીગરો સાથે મળીને ઇન્ટર્નશીપ હેઠળ તેમાં કામ કરશે.

આત્મનિર્ભર ભારત હેઠળ હવે ભારતીય વિદ્યાર્થીઓ તેમની વિચારસરણી,કુશળતા અને તકનીકીથી આંતરરાષ્ટ્રીય રમકડા બજારમાં ભારતીય બજારને મજબૂત બનાવશે. આમાં નીતિ નિર્માતાઓ, માતાપિતા,સ્ટાર્ટઅપ્સ,વિદ્યાર્થીઓ,ઉદ્યોગ વગેરે બધાએ એક મંચ પર એક સાથે કામ કરવું પડશે. આમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર મળીને કામ કરશે.

ભારતમાં 1.5 અરબ ડોલરનું રમકડા બજાર છે. અને તેના 80 ટકા રમકડા વિદેશથી આવે છે. એવામાં પ્રથમ વખત શાળાના બાળકો અને કોલેજના વિદ્યાર્થીઓ રમકડાના માધ્યમથી દેશની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ નવીનતાને પ્રોત્સાહન મળશે.

આ સ્પર્ધા નવ થીમ પર આધારિત રહેશે. આમાં ભારતીય સંસ્કૃતિ,ઇતિહાસ,પ્રાચીન કાળથી ભારતને ઓળખવું,એજ્યુકેશન અને સ્કૂલિંગ,સોશિયલ એન્ડ હ્યુમન વેલ્યુ,વિવિધ ક્ષેત્રોમાં કામ ધંધા અથવા રોજગાર,પર્યાવરણ,દિવ્યાંગ,ફિટનેસ અને સ્પોર્ટ્સ વગેરે પર આધારિત છે. સ્પર્ધા જુનિયર,સિનિયર અને સ્ટાર્ટઅપ લેવલ પર થશે.

-દેવાંશી

Exit mobile version