Site icon hindi.revoi.in

31 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ સી-પ્લેનનું ઉદ્ઘાટન કરશે

Social Share

અમદાવાદ: સી પ્લેન હવે વાસ્તવિકતા બનવા જઈ રહ્યું છે. 31 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ સી પ્લેનનું ઉદ્ઘાટન કરશે. દેશનું પહેલું સી-પ્લેન સ્ટેચ્યુ ઓફ લિબર્ટીથી સાબરમતી સુધી ઉડાન ભરશે. સી-પ્લેનમાં 12 મુસાફરો હશે જે 205 કિલોમીટરના અંતરને આવરી લેશે. જો કે,તે સ્પષ્ટ થયું નથી કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ સી પ્લેનની આ યાત્રાનો ભાગ બનશે કે નહીં.

સ્પાઇસજેટને સોપાઈ સી પ્લેન ઉડવાની જવાબદારી

સ્પાઇસજેટને આ સી પ્લેન ઉડવાની જવાબદારી સોંપવામાં આવી છે. આ સી પ્લેનને સ્પાઇસ જેટ માલદીવથી લાવશે અને આગળની મુસાફરી કરશે. 31 ઓક્ટોબર એટલે કે એકતા દિવસથી જ આ 19 સીટર સી પ્લેન દરરોજ 4 ફ્લાઇટ ભરશે. તેનું ભાડુ પ્રતિ વ્યક્તિ 4800 રૂપિયા રાખવામાં આવ્યું છે.

આ રૂટ પર 10 સી પ્લેન ચલાવાશે

ડીમાન્ડને ધ્યાનમાં રાખીને,આ રૂટ પર 10 જેટલા સી-પ્લેન ચલાવવામાં આવશે. કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી યોજના ઉડાન હેઠળ સી પ્લેન લાવવામાં આવશે. સી પ્લેન પાણીમાંથી ટેક ઓફ કરશે અને પાણીમાં જ લેન્ડ કરશે.

સી પ્લેનનો વિસ્તાર

સી પ્લેનને સરકાર અન્ય રૂટ્સ પર પણ શરૂ કરશે. સરકાર ગુવાહાટી, અંદમાન-નિકોબાર અને દિલ્હી યમુનાથી ઉત્તરાખંડ જવાના ટપ્પર ડેમ રૂટ પર સી પ્લેન ચલાવવાની પણ યોજના ધરાવે છે. 2017ની ગુજરાતની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી સી પ્લેનમાં બેસીને અમદાવાદના સાબરમતી રિવર ફ્રન્ટથી ઉડાન ભરી હતી. ત્યારે સરકારે તેને સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે જોડવાનો નિર્ણય લીધો હતો. સ્પાઈસ જેટ એરલાઇનને સી પ્લેન ઉડાવવાની જવાબદારી સોંપવામાં આવી છે.

_Devanshi

Exit mobile version