Site icon hindi.revoi.in

પીએમ મોદી આજે બેંગ્લોર પ્રોદ્યોગિક શિખર સમ્મેલનનું ઉદ્દધાટન કરશે

Social Share

દિલ્લી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બેંગ્લોર પ્રોદ્યોગિક શિખર સમ્મેલનનું ઉદ્દધાટન કરશે. પીએમ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બેંગ્લોર પ્રોદ્યોગિક શિખર સમ્મેલનનું ઉદ્દધાટન કરશે. આ સમ્મેલન 19 નવેમ્બરથી 21 નવેમ્બર સુધી ચાલશે. આ અંગેની માહિતી વડાપ્રધાન કાર્યાલયે બુધવારે આપી હતી.

આ સમ્મેલનનું આયોજન કર્ણાટક સરકાર, બાયોટેકનોલોજી અને સ્ટાર્ટઅપ, સોફ્ટવેર ટેકનોલોજી પાર્ક્સ ઓફ ઇન્ડિયા અને એમએમ એક્ટિવિટી-ટેક કમ્યુનિકેશંસની સાથે મળીને કરવામાં આવ્યું છે. આ ખાસ કાર્યક્રમમાં નવી તકનીકી સાથે મહામારી પછી આવનારા મોટા પડકારો પર ચર્ચા કરવામાં આવશે.

બેંગ્લોર પ્રોદ્યોગિક શિખર સમ્મેલનમાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન, સ્વિસ પરિસંધના વાઇસ પ્રેસિડેન્ટ ગાય પાર્મેલીન અને અન્ય ઘણી અગ્રણી આંતરરાષ્ટ્રીય હસ્તીઓ ઉપસ્થિત રહેશે. આ સિવાય ભારત અને દુનિયાભરના અનુભવી નેતાઓ, ઉદ્યોગ નેતાઓ, ટેક્નોક્રેટ્સ,શોધકર્તા,ઇનોવેટર,રોકાણકારો,નીતિ નિર્માતા અને શિક્ષકો પણ આ સમ્મેલનમાં ભાગ લેશે.

_Devanshi

Exit mobile version