Site icon Revoi.in

વડાપ્રધાન મોદી વીડિયો કોન્ફરન્સ દ્વારા નાસ્કોમ ટેકનોલોજી એન્ડ લીડરશીપ ફોરમને સંબોધિત કરશે

Social Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે વીડિયો કોન્ફરન્સ દ્વારા નાસ્કોમ ટેકનોલોજી એન્ડ લીડરશીપ ફોરમને સંબોધિત કરશે.

વડાપ્રધાન કાર્યાલયએ સોમવારે આ અંગે માહિતી આપી હતી. પીએમઓએ કહ્યું કે, ઓએનટીએલએફની 29 મી કોન્ફરન્સનું આયોજન 17 થી 19 ફેબ્રુઆરી દરમિયાન કરવામાં આવી રહ્યું છે.

આ સંમેલન નેશનલ એસોસિએશન ઓફ સોફટવેર એન્ડ સર્વિસ કંપનીઓનું અગ્રણી આયોજન છે. આ વર્ષના આયોજનનો વિષય છે ‘શેપિંગ ધ ફ્યુચર ટુવાર્ડ્સ એ બેટર નોર્મલ’.

તેમાં 30 થી વધુ દેશોના 1600 પ્રતિનિધિઓ ભાગ લેશે અને ત્રણ દિવસીય કાર્યક્રમમાં 30 ઉત્પાદનોનું પ્રદર્શન કરવામાં આવશે.

દેવાંશી-