- પીએમ મોદી આજે સર્વપક્ષીય બેઠક યોજશે
- કોરોનાના વધતા સંક્રમણ અને વેક્સીન પર કરશે વાત
- વિડીયો કોન્ફરન્સ દ્વારા યોજાશે આ બેઠક
- બેઠકમાં વિવિધ પક્ષોના નેતાઓ થઇ શકે છે સામેલ
દિલ્લી: દેશમાં કોરોનાની સ્થિતિ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સર્વપક્ષીય બેઠક યોજાશે. વિડીયો કોન્ફરન્સ દ્વારા યોજાનારી આ બેઠકમાં વિવિધ પક્ષોના ઘણા નેતાઓ સામેલ થઇ શકે છે. બેઠકમાં પીએમ મોદી કોરોના વેક્સીન પર સરકારનો શું વિચાર છે, તેના પર પણ રાજ્યો સાથે ચર્ચા કરી શકે છે. આ બેઠકમાં હેલ્થ મિનિસ્ટર હર્ષવર્ધન દેશી કોરોના વેક્સીન વિશે પ્રેઝન્ટેશન આપી શકે છે.
થોડા દિવસ પહેલા વડાપ્રધાને કોવિડ -19 મહામારી અંગે વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે પણ વાતચીત કરી હતી. આ બેઠક પણ મહત્વની માનવામાં આવે છે કારણ કે, શનિવારે વડાપ્રધાન મોદીએ અમદાવાદ, હૈદરાબાદ અને પુણેની દવા કંપનીઓની મુલાકાત લીધી હતી અને વેક્સીનની તૈયારીઓની સમીક્ષા કરી હતી. સોમવારે વેક્સીન પર કામ કરતી ત્રણ ટીમો સાથે બેઠક મળી હતી.
નોંધનીય છે કે, ભારતમાં કોરોનાના કુલ કેસ 95,64,565 થઈ ગયા છે. તેમાંથી 90,08,247 લોકો સાજા થયા છે. અને 139,102 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હાલમાં ભારતમાં કોરોનાના 417,216 કેસ એક્ટિવ છે.
કોરોના વેક્સીનને લઈને બોલાવાયેલી સર્વપક્ષીય બેઠકમાં ઘણા વિપક્ષી દળોના નેતાઓ ભાગ લે તેવી અપેક્ષા છે.
_Devanshi