- લોકડાઉન બાદ પીએમ આજે પહેલીવાર ચૂંટણી પ્રચાર કરશે
- પીએમ બિહારમાં ૩ચૂંટણી સભાઓનું સંબોધન કરશે
- 28 ઓક્ટોબરથી શરૂ થશે પ્રથમ તબક્કાના મતદાન
- સસારામ,ગયા અને ભાગલપુરમાં યોજાશે રેલીઓ
- યુપીના સીએમ યોગી પણ કરી રહ્યા છે પ્રચાર
અમદાવાદ: લોકડાઉન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પહેલીવાર ચૂંટણી પ્રચાર કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બિહારમાં 3 ચૂંટણી સભાઓનું સંબોધન કરશે. આ પહેલીવાર હશે, જ્યારે વડાપ્રધાન એનડીએ વતી બિહાર વિધાનસભા ચૂંટણી 2020 માટે પ્રચાર કરશે.
બિહારમાં પ્રથમ તબક્કાના મતદાન 28 ઓક્ટોબરથી શરૂ થાય છે. બિહારમાં આ વખતની ચૂંટણીમાં મતદાન 28 ઓક્ટોબર,3 નવેમ્બર અને 7 નવેમ્બરના રોજ થવાનું છે અને 10 નવેમ્બરે પરિણામ આવશે. ચૂંટણીઓમાં મુખ્ય હરિફાઈ ભાજપ અને જેડીયુ સહીત અન્ય નાની પાર્ટીઓના ગઠબંધન એનડીએ અને રાષ્ટ્રીય જનતા દળના નેતૃત્વવાળા મહાગઠબંધનમાં છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે સાસારામ,ગયા અને ભાગલપુરમાં રેલીઓ કરશે. કાર્યક્રમ મુજબ વડાપ્રધાન સવારે સાડા દસ વાગ્યે સાસારામમાં લોકોને સંબોધન કરશે,જ્યારે ગયામાં તેઓ બપોરે 12: 15 વાગ્યે સંબોધન કરશે. વડાપ્રધાન બપોરે 2:40 કલાકે ભાગલપુરમાં ચૂંટણી સભાને સંબોધન કરશે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે, ભાજપે પીએમ મોદીની ચૂંટણી સભાઓ માટે વિસ્તૃત તૈયારી કરી લીધી છે. વડાપ્રધાનની ચૂંટણી સભાઓમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે, મોટા મેદાન નિર્ધારિત કરવામાં આવ્યાં છે, તેમજ અન્ય ઘણા વિસ્તારોમાં પણ મોટા એલઇડી સ્ક્રીન લગાવવાની તૈયારી ચાલી રહી છે. જેથી લોકો તેમનું ભાષણ સાંભળી શકે.
ભાજપ તરફથી પાર્ટી અધ્યક્ષ જે.પી.નડ્ડા, રક્ષામંત્રી રાજનાથ સિંહ, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પ્રચારના મેદાનમાં પ્રવેશી ચૂક્યા છે. ખાસ કરીને યોગી આદિત્યનાથ બિહારની રેલીઓમાં વિપક્ષ પર મોટો હુમલો કરનાર છે અને મોટી સંખ્યામાં લોકો તેમની વાત સાંભળવા માટે આવી રહ્યા છે.
હાલમાં એક સભાને સંબોધન કરતાં યોગીએ કોંગ્રેસ અને આરજેડી પર ‘જાતિ, ધર્મ અને પરિવારની રાજનીતિ’ કરવાનો આરોપ લગાવ્યો હતો. આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, આ લોકો ગાય,ભેંસનો ચારો ખાય ગયા અને તેમને ફરીથી તક ન મળવી જોઈએ.
_Devanshi