Site icon Revoi.in

‘ઈમરાન ખાન સાહબ જ્યાદા ટાંગ મત અડાઓ! યે બડે સાંડો કા ખેલ હૈ’: કુમાર વિશ્વાસ

Social Share

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફ્રાંસના શહેર બિઆરિત્ઝ ખાતે મુલાકાત કરી છે. વાતચીતનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું. ટ્રમ્પની હાજરીમાં પીએમ મોદીએ કાશ્મીર મામલે ખુલીને પોતાની વાત રજૂ કરી. તેમણે કહ્યુ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે તમામ મુદ્દા દ્વિપક્ષીય છે, કોઈ ત્રીજા દેશને કષ્ટ આપવા ઈચ્છતા નથી. અમે દ્વિપક્ષીય વાતચીત દ્વારા દરેક મુદ્દા પર ચર્ચા કરીને તેનું સમાધાન કરી શકીએ છીએ. સાથે જ પીએમ મોદીએ કહ્યુ કે ભારત અને પાકિસ્તાનના બંને દેશોના લોકોની ભલાઈ માટે મળીને કામ કરવું જોઈએ. કાશ્મીર પર મધ્યસ્થતાને લઈને ટ્રમ્પે ફરી એકવાર યુટર્ન લેતા કહ્યુ છે કે ભારત અને પાકિસ્તાનના પીએમ સાથે મારી વાત થઈ. બંન દેશ સાથે મળીના મામલાઓને ઉકેલશે. તેના પછી આમ આદમી પાર્ટીના નેતા અને મશહૂર કવિ કુમાર વિશ્વાસે ઈમરાન ખાન પર કટાક્ષ કર્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જી-7 શિખર સમિટમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી હતી. પીએમ મોદીએ કહ્યુ હતુ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે તમામ મુદ્દા દ્વિપક્ષીય છે, તેને લઈને અમે કોઈ અન્ય દેસને પરેશાન કરવા માંગતા નથી. એએનઆઈના ટ્વિટને રિટ્વિટ કરતા કુમાર વિશ્વાસે ટ્વિટ કર્યું કે આ @narendramodi અને @POTUS બંનેએ મળીને તારું “તે જ” બનાવી રહ્યા છે @ImranKhanPTI સાહેબ જે તુ સમજી રહ્યો છે કહ્યુ હતું ને, વધારે ટાંગ અડાવીશ નહીં. આ મોટા સાંઢોનો ખેલ છે, ગ્રામસિંહોનું નથી ફાલતૂની સહભાગિતા બલૂચિસ્તાન છિનવી દેશે.

મહત્વપૂર્ણ છે કે જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ-370 હટાવાયા બાદ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાન ચિડાઈ ગયા હતા. તેના પછી ભારતની સાથે પોતાના ઘણાં સંબંધો પર રોક લગાવી દીધી છે. બંને દેશો વચ્ચે ચાલનારી સમજૌતા એક્સપ્રેસ ટ્રેન અને બસ સેવા સદા-એ-સરહદ પર રોક લગાવી દીધી. વ્યાપારીક સંબંધ પણ સમાપ્ત કર્યા છે. કાશ્મીરને આંતરરાષ્ટ્રીય મુદ્દો બનાવવા માટે દુનિયાનું ધ્યાન તેના તરફ ખેંચવાની કોસિશ કરી, પરંતુ તેમને કોઈ સફળતા મળી નથી.