1. Home
  2. revoinews
  3. વડાપ્રધાન મોદીએ‘આત્મનિર્ભર ઉત્તરપ્રદેશ રોજગાર અભિયાન’નો આરંભ કરી કોરોના અંગે કહ્યું કંઈક આવું
વડાપ્રધાન મોદીએ‘આત્મનિર્ભર ઉત્તરપ્રદેશ રોજગાર અભિયાન’નો આરંભ કરી કોરોના અંગે કહ્યું કંઈક આવું

વડાપ્રધાન મોદીએ‘આત્મનિર્ભર ઉત્તરપ્રદેશ રોજગાર અભિયાન’નો આરંભ કરી કોરોના અંગે કહ્યું કંઈક આવું

0
  • ‘આત્મનિર્ભર ઉત્તરપ્રદેશ રોજગાર અભિયાન’નો આરંભ કર્યો
  • કોરોનાથી બચવા માસ્ક પહેરવું અને અંતર જાળવવું જરુરી
  • યુપી સરકારની કરી સરહાના
  • યૂપીની સરકારે કોરોના સામે ખુબ તૈયારી કરી છે-મોદી

ઉલ્લખની છે કે આજરોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ‘આત્મનિર્ભર ઉત્તરપ્રદેશ રોજગાર અભિયાન’નો આરંભ કર્યો છે,દેશના વડાપ્રધાન પ્રવાસી મજૂરો માટે રોજગારની તકો ભેટ કરી રહ્યા છે. રાજ્ય સરકારે કરેલા દાવા પમુજબ સરકાર રાજ્યમાં એક કરોડ રોજગાર ઉપલબ્ધ કરાવનાર છે જેની તૈયારી છે. આ કામદારો માટે રોજગારની તકોની યોજનાને આત્મનિર્ભર યુપી રોજગાર અભિયાન એવું નામ આપવામાં આવ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બપોરે 11 કલાકે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી આ યોજનાની શરૂઆત કરી.આ પ્રસંગે મોદીએ જણાવ્યું હતું કે,”આપણે આપણા જીવનમાં ઘણા ઉતાર ચઢાવ જોયા છે,ઘણી મુશ્કેલીઔઓ જીવનમાં આવતી રહે છે,ઉત્તર પ્રદેશમાં વીજળી પડવાથી ઘણા લોકોના મોત થયા,આ કોઈએ વિચાર્યુ પણ નહોતું કે કોરોના મહામારી જેવું સંકટ આવી પડશે,અને હવે આમાંથી ક્યારે છૂટકારો મેળવીશું તે પણ ખબર નથી,આપણા પાસે આ માટે એક જ દવા છે અને તે છે સોશિયલ ડિસટન્સીંગ અને માસ્ક પહેરવું,જ્યા સુધી આપણે કોરોનાની દવા ન શોધી લઈએ ત્યા સુધી આટલું કરીને કોરોના સામે બચી શકાશે”

મોદીએ પોતાની વાત આગળ વધારતા કહ્યું કે,ઉત્તર પ્રદેશની સરકારે કોરોના સામે પહેલી જ ઘણી તૈયારીઓ કરી હતી જેના કારણે આજે અહી સ્થિતિ કાબુમાં છે,અહીં મોતનો આંકડો 600 છે,જો આ માટે પહેલા તૈયારી ન કરવામાં આવી હોત તો આ આકંડો હજારોનો હોઈ શકતે,યોગીજીએ સ્થિતિને સમજી અને તેને ધ્યાનમાં રાખીને યુદ્ધની જેમ કામ કર્યું, ક્વૉરન્ટીન સેન્ટર અને આઈસોલેશનની સુવિધા તૈયાર કરવા માટે પુરે પુરી તાકાત લગાવી દીધી, યોગીજી તેમના પિતાનું નિધન થયું હોવા છતા લોકોની સેવામાં લાગ્યા રહ્યાં. હું યોગીજીને નમન કરું છું’

“આપણે યૂરોપના ચાર મોટા દેશ ઈંગ્લેન્ડ, ફ્રાન્સ, ઈટલી અને સ્પેન 200થી 250 વર્ષ પહેલા દુનિયામાં સુપર પાવર હતા. આજે પણ તેમનો દબદબો છે. તેમની વસ્તી 24 કરોડ છે. આપણી તો માત્ર UPની જનસંખ્યા 24 કરોડ છે.કોરોનાથી આ ચાર દેશમાં 1 લાખ 30 હજાર લોકોના મોત થયા છે, જ્યારે ઉત્તરપ્રદેશમાં માત્ર 600 લોકોના મોત થયા છે.”

દેશમાં લોકડાઉન દરમિયાન જેટલા પણ ઉદ્યોગો બંધ હતા તે દરેકને 18મી જૂન બાદ ફરીથી ચાલુ કરવામાં આવ્યા છે.જેમાં કુલ 7,08,000 ઔદ્યોગિક એકમોમાં અંદાજે 42 લાખ કામદારોને સમાવી લેવામાં આવનાર છે. સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ વિભાગના પ્રમુખ સચિવ નવનીત સહગલના કહેવા મુજબ, યોગી સરકાર અત્યાર સુધીનું સૌથી મોટું રોજગાર પ્રબંધન કામ કરવા જઈ રહી છે જેમાં અનેક લોકોને ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નોકરીની પત્ર પાઠવશે,જેમાં અનેક લોકોને રોજગાર મળશે અનેક લોકોને નોકરી પ્રાપ્ત કરાવવામાં આવશે.

સાહીન-

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published.