પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રણ દેશોની મુલાકાત બાદ સોમવારે મોડી રાત્રે ભારત પરત ફર્યા છે. સ્વદેશ આવ્યા પછી પીએમ મોદી પૂર્વ નાણાં મંત્રી અરુણ જેટલીના ઘરે મુલાકાત કરવા આવી પહોચ્યા છે. વડા પ્રધાન અરુણ જેટલીના ઘરે આવી પહોટ્યા છે. ત્યારે હવે પ્રધાન મંત્રી પોતાના મિત્ર અરુણ જેટલીને અહીં શ્રદ્ધાંજલિ આપશે. પ્રધામ મંત્રી મોદીએ કાર્યાલય દ્વારા ટ્વીટ કરીને આ માહિતી અહિ આવતા પહેલાજ આપી હતી.
હાલ પ્રધાન મંત્રી મોદી જેટલીના ઘરે તેમના પરિવાર સાથે બેસીને દુખ વ્યક્ત કરી રહ્યા છે,સાથે સાથે અમિત શાહ પણ હાજર રહ્યા છે,પ્રધાન મંત્રીની આંખો આ સમયે નમ જોવા મળી છે,તેમના ચહેરા પર પોતાનાન મિત્રને ગુમાવવાનું દુખ સ્પષ્ટપણે જોઈ શકાય છે.અરુણ જેટલીના પરિવારના સભ્યો સાથે બેસીને મોદીજી પોતાના મિત્ર જેટલીને નમ આંખે યાદ કરી રહ્યા છે.
પૂર્વ કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીનું લાંબી બીમારી બાદ 23 ઓગસ્ટના રોજ અવસાન થયું હતું. વડા પ્રધાન મોદી તે સમયે દેશની બહાર હતા, તેમણે સંયુક્ત આરબ અમીરાતથી અરુણ જેટલીના પરિવાર સાથે વાત કરી દુખ વ્યક્ત કર્યું હતું.
પ્રધાન મંત્રી મોદી જેટલીના પત્ની ,પુત્રી અને પુત્રને મળ્યા
અમિત શાહ પણ અરુણ જેટલીના ઘરે મોદીજી સાથે ઉપસ્થિત રહ્યા
પીએમ મોદીએ જેટલીને શ્રધ્ધાંજલી આપી
અરુણ જેટલીના ફોટોને ફુલ ચઢાવી શ્રધ્ધાંજલી આપી
પરિવારથી વિદાય લઈ રહ્યા છે મોદીજી
અરુણ જેટલીના ઘરેથી રવાના થઈ રહ્યા છે પ્રધાન મંત્રી મોદી
પીએમ મોદી અરુણ જેટલીના પત્ની સંગીતા અને તેમના પુત્ર સાથે વાત કરી હતી અને શોક વ્યક્ત કર્યો હતો,જેટલીના પરિવારે વડા પ્રધાનને અપીલ કરી છે કે તેમણે તેમનો વિદેશ પ્રવાસ રદ ન કરવો જોઇએ અને તમામ કાર્ય પુરા કરીને જ ભારત પરત આવજો. તેથી જ વડા પ્રધાન તત્કાળ વિદેશથી પાછા ફર્યા નહીં.
યુએઈ પછી વડા પ્રધાન જ્યારે બહરીન પહોંચ્યા ત્યારે તેમણે અરુણ જેટલીને યાદ કરતાં કહ્યું કે ‘જે સપનાને સજાવવાનું અને સપના પૂરા કરવા માટે આટલી લાંબી મુસાફરી કરી હતી, તે જ મિત્ર રુણ જેટલીએ આજે પોતાનો દેહ ત્યાગ કર્યો’. ભારતીય સમુદાયના લોકોને સંબોધન કરતી વખતે વડા પ્રધાન સ્ટેજ પર ભાવુક બન્યા હતા અને તેમના મિત્રને યાદ કરતા હતા.
ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અરુણ જેટલીનું લાંબી બિમારી બાદ દિલ્હીની એઈમ્સમાં 67 વર્ષની વયે અવસાન થયું હતું. સોમવારે અરૂણ જેટલીની અસ્થિઓ હરિદ્વારમાં ગંગામાં વિસર્જીત કરી હતી.