Site icon hindi.revoi.in

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જેસલમેરના લોંગેવાલા બોર્ડર પર બીએસએફ જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી

Social Share

જયપુર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દર વર્ષની જેમ આ વખતે પણ બોર્ડર પર તૈનાત સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરી રહ્યા છે. પીએમ નરેન્દ્ર મોદી રાજસ્થાનની જેસલમેર બોર્ડર પર પહોંચી ગયા છે. પીએમ મોદી સાથે સીડીએસ બિપિન રાવત, આર્મી ચીફ એમએમ નરવણે અને બીએસએફ ડીજી રાકેશ અસ્થાના હાજર છે

જેસલમેરમાં ભારત-પાકિસ્તાનની સરહદ મળે છે. અહીં બોર્ડર પર બીએસએફ તૈનાત છે. સુપ્રસિદ્ધ તનોટ માતાનું મંદિર પણ અહીં છે. વડાપ્રધાન જેસલમેરના લોંગેવાલા બોર્ડર પર બીએસએફ જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી રહ્યા છે. લોંગેવાલા મૂળભૂત રીતે બીએસએફની પોસ્ટ છે.

ગયા વર્ષે 27 ઓક્ટોબર 2019 ના રોજ પીએમ નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. આર્મી ડ્રેસમાં પીએમ મોદી સૈનિકો વચ્ચે પહોંચ્યા હતા અને મીઠાઇની વહેચણી કરી હતી.

આ પહેલા 2018 માં પીએમ મોદીએ ઉત્તરાખંડના ઉત્તરાકાશીમાં સેના અને આઇટીબીપી જવાનો વચ્ચે દિવાળીની ઉજવણી કરી હતી.

નરેન્દ્ર મોદીએ દિવાળી નિમિત્તે દેશવાસીઓને અપીલ કરી છે કે, એક દીવો સરહદ પર તૈનાત સૈનિકોના નામે પ્રગટાવો. પીએમએ ટ્વિટ કરીને કહ્યું, ‘આ દિવાળી, ચાલો એક દીવો સેલ્યુટ ટુ સોલ્જર્સ ની રીતે પ્રગટાવીએ. સૈનિકોના અદભૂત સાહસને લઈને આપણા હૃદયમાં જે કૃતજ્ઞતા છે. તેને શબ્દોમાં વર્ણવી શકાતા નથી. અમે સરહદ પર તૈનાતી જવાનોના પરિવારજનો માટે પણ આભારી છીએ.

_Devanshi

Exit mobile version