- પીએમ મોદીએ એક યુવકના કર્યા વખાણ
- સીબીએસસીની નોકરી છોડી યુવકે પશુપાલન કર્યું
- બિહારમાં આજે અનેક યોજનાઓની શરુઆત થઈ
બિહારમાં વિધાનસભાની ચૂંટણી પહેલા દેશના પીએમ મોદીએ ગુરુવારના રોજ કેટલીક યોજનાઓની શરુઆત કરી છે, પીએમ મોદી એ બિહારમાં મત્સ્યોદ્યોગ સાથે જોડાયેલ યોજના અને કૃષિ પાલન યોજનાઓનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સમય દરમિયાન પીએમ મોદીએ ઘણા લોકો સાથે વાતચીત પણ કરી હતી. આ સમય દરમિયાન પ.એમ મોદીએ એક યુવાનને કહ્યું કે તમારું કામ ખૂબ શાનદાર છે, તેઓ આ યુવકને ગુજરાત મોકલવાનો પ્રયત્ન કરશે.
બિહારના બારૌનીના રહેવાસી બ્રજેશ કુમાર સાથે દેશના વડાપ્રધાન એ વાત કરી, જેમણે સીબીએસઇમાં નોકરી છોડી અને પશુપાલન તરીકે કામ કર્યું હતું. પીએમ મોદીએ આ દરમિયાન કહ્યું કે, તમે થોડીવાર માટે વાત કરી પરંતુ મને પ્રભાવિત કર્યો.તે સાથે જ પીએમ મોદીએ કહ્યું કે ,તેઓ સરકાર તરફથી તમને ગુજરાત મોકલવાની વ્યવસ્થા કરશે જેથી તમે આ જ ક્ષેત્રમાં કંઇક નવું શીખી શકો.
આ સમય દરમિયાન પીએમ મોદીએ બિહારની જનતા સાથે વાત કરી અને યોજનાના લાભાર્થીઓ સાથે ચર્ચાઓ પણ કરી હતી. આ સમય દરમિયાન, પૂર્ણિયાની એક મહિલાએ પીએમને જણાવ્યું હતું કે, તેમણે દારુ પ્રતિબંધ થયા બાદ પ્રાણીઓના ઉછેરનું કામ શરુ કર્યું છે. પીએમ મોદીએ કહ્યું કે, સરકાર આત્મનિર્ભરતામાં મહિલાઓને વધુ પ્રોત્સાહન આપવા સતત પ્રયાસ કરી રહી છે.
આ ઉપરાંત પીએમ મોદીએ ઘણા બીજા એવા બધા લોકો સાથે પણ વાત કરી કે જે પશુપાલન અને મત્સ્યઉદ્યોગ દ્વારા રોજગારને આગળ ધપાવી રહ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે, ખેતીની સાથે સાથે દૂધ ઉત્પાદન, મત્સ્યોદ્યોગ અને અન્ય યોજનાઓને કારણે ખેડૂતોની આવક બમણી થતી જોવા મળી રહી છે.
પીએમ મોદી દ્વારા કહેવામાં આવ્યું કે, ગંગાની સફાઈને કારણે પાણી સ્વચ્છ થવા લાગ્યું છે, જેના દ્વારા તળાવમાં પણ શુધ્ધ પાણી હોવાનો લાભ મળશે. પીએમ મોદીએ કહ્યું કે,બિહાર રાજ્ય કોરોનાની સાથે પૂરનો પણ સામનો કરી રહ્યું છે. પીએમએ કહ્યું કે, કોરોનાને કારણે પાછા ઘરે ફરનારા મોટાભાગના કામદારો પશુપાલન તરફ આગળ વધી રહ્યા છે, આ પ્રકારની સ્થિતિમાં સરકાર તેમને મદદ કરી રહી છે.
સાહીન-