Site icon Revoi.in

લોકસભા સ્પીકરના વખાણ કરતા પીએમ મોદીએ કહ્યું, તમારી નમ્રતાથી ડરું છું!

Social Share

નવી દિલ્હી: ઓમ બિરલાને લોકસભા સ્પીકર બનવા બદલ અભિનંદન આપતા વડાપ્રધન નરેન્દ્ર મોદીએ તેના સૌમ્ય વ્યક્તિત્વના વખાણ કર્યા છે. તેમણે કહ્યુ છે કે તમારી નમ્રતા જોઈને તો ક્યારેક મને ડર લાગે છે. બિરલાની સાથે કામ કરવાના અનુભવને તેમણે શીખવનારો ગણાવ્યો અને કહ્યુ કે આ ગૃહની ગરમિયાને તેઓ નવા સ્તરે લઈ જવામાં સક્ષમ છે. વિપક્ષી સાંસદાઓ પણ નવા સ્પીકરને અભિનંદન આપ્યા અને ગૃહના સંચાલનમાં સહયોગનો ભરોસો પણ આપ્યો છે.

પીએમ મોદીએ કોટાથી બીજી વખત સાંસદ તરીકે ચૂંટાયેલા ઓમ બિરલાને સક્રિય અને સામાજિક કાર્યો સાથે જોડાયેલા શખ્સ ગણાવ્યા છે. પીએમ મોદીએ કહ્યુ છે કે આપણા સૌના માટે ગર્વનો વિષય છે કે સ્પીકર પદ પર આજે આપણે એવા વ્યક્તિનું અનુમોદન કરી રહ્યા છીએ કે જેમણે છાત્ર રાજનીતિથી જીવનના સર્વાધિક ઉત્તમ, કોઈપણ બ્રેક વગર સમાજની કોઈને કોઈ ગતિવિધિમાં વ્યતીત કર્યો છે. શિક્ષણના કાશી ગણાતા રાજસ્થાના કોટામાં પરિવર્તન, જેમના યોગદાનથી થયું તે નામ છે શ્રી ઓમ બિરલાજી.

પીએમ મોદીએ ઓમ બિરલાના સંવેદનશીલ વ્યક્તિત્વની પ્રશંસા કરતા કહ્યુ છે કે તેમના જેવા સંવેદનશીલ વ્યક્તિને આ પદ મળ્યુ છે. આપણને શિસ્તની દિશા દેખાડવાની સાથે મને વિશ્વાસ છે કે ઉત્તમ રીતે તેઓ ગૃહનું સંચાલન કરશે. સ્મિત કરે છે તો હળવું, ક્યારેક ડર લાગ છે કે તેમની નમ્રતા, વિવેકનો કોઈ દુરુપયોગ કરી લે નહીં. પહેલા લોકસભાના સ્પીકરને વધુ મુશ્કેલીઓ રહેતી હતી. પરંતુ હવે તેનાથી ઉલ્ટું થઈ રહ્યું છે. રાજ્યસભાના સ્પીકરને વધારે મુશ્કેલી થઈ રહી છે.

પીએમ મોદીએ કહ્યુ હતુ કે સામાન્ય રીતે રાજકીય જીવનમાં એ છબી બનેલી રહે છે કે રાજનેતા 2 કલાક રાજકીય ઉથલ-પાથલ કરે છે. પરંતુ હાલમાં દેશે અનુભવ કર્યો છે કે રાજકીય જીવનમાં જેટલી વધારે સામાજિક સેવા કરવામાં આવે છે, તેટલી વધારે માન્યતા મળે છે. ઓમ બિરાલની સમગ્ર કાર્યશૈલી સમાજસેવા સાથે જોડાયેલી છે. સમાજમાં ક્યાંય પણ પીડા દેખાઈ, તો તેમણે તે ક્ષેત્રમાં કામ કર્યું. મને યાદ છે કે લાંબા સમય સુધી ભૂકંપ બાદ કચ્છમાં સેવાનું કામ કર્યું. કેદારનાથમાં પોતાના સ્તરે સામાજિક સેવા કરી. કોટામાં કોઈને પણ ઠંડીમાં ધાબળા નથી, તો રાત્રે કોટાની ગલીઓમાં નીકળવું અને તેમના સુધી ધાબળા પહોંચાડવા. જાહેરજીવનમાં આપણા તમામ સાંસદો માટે આ પ્રેરણા છે કે તેમણે કોટામાં કોઈ ભૂખ્યું સુવે નહીં,તેના માટે પ્રસાદમ યોજના શરૂ કરી.

લોકસભામા કોંગ્રેસ સંસદીય દળના નેતા અધિર રંજન ચૌધરીએ પણ લોકસભાના નવનિર્વાચિત અધ્યક્ષ ઓમ બિરલા માટે કહ્યુ કે કોટા એક કોચિંગ ઈન્સ્ટિટ્યૂટ જેવુ છે. કોટાની કચોરી ઘણી પ્રખ્યાત છે. આ હાઉસ ખિચડી બને નહીં, માટે કચોરીની જેમ સ્વાદિષ્ટ તમે અમને દર વખતે ભેંટ આપશો. આ અમારી તમારી પાસે આશા છે.

ભૂતપૂર્વ સ્પીકર સુમિત્રા મહાજનના વખાણ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ હતુ કે આપણા જૂના સ્પીકર મહોદયાએ પણ સારી રીતે ગૃહનું સંચાલન કર્યું. તેઓ વઢતા પણ હતા, તો થોડીવારમાં સ્મિત કરવા લાગતા હતા. લોકસભાના સ્પીકર તરીકે ચૂંટાયા બાદ કોંગ્રેસ સહીત અન્ય વિપક્ષી દળોના સાંસદોએ પણ ઓમ બિરલાને અભિનંદન આપ્યા છે.