Site icon hindi.revoi.in

પીએમ મોદીએ અફઘાનિસ્તાન શાંતિ પરીષદના વડા સાથે કરી મુલાકાત

Social Share

દેશના વડા પ્રઘાન નરેન્દ્ર મોદીએ ગુરુવારના રોજ અફઘાનિસ્તાનની શાંતિ પરિષદના પ્રમુખ એવા અબ્દુલ્લા અબ્દુલ્લા સાથે મુલાકાત કરી હતી, આ સમગ્ર બાબતે વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવ દ્રાવા ટ્વિટર પર ટ્વિટ કરીને માહિતી આપવામાં આવી છે જે મુજબ, આ મુલાકાત દરમિયાન બન્ને દેશો ભારત અને-અફઘાનિસ્તાનના સંબંઘોને વધુ મજબુત બનાવવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી

તેમણે ટ્વિટ કરીને કહ્યું કે, અફઘાનિસ્તાનની શાંતિ પરિષદના પ્રમુખ સાથે પીએમ મોદીએ મુલાકાત કરી હતી, આ બાબતે તેમણે એક ફોટો પણ શેર કર્યો. છે

પીએમ મોદીની મુલાકાત બાબતે ડો.અબ્દાએ પણ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, શઆંતિ વાર્તાને ભારતનું પુરેપુરુ સમર્થન મળ્યું છે, અફઘાનિસ્તાનમાં થનારા શાંતિ સમજોતાનું ભારત ભારત એક સ્વતંત્ર, લોકશાહી, સાર્વભૌમ અને શાંતિપૂર્ણ અફઘાનિસ્તાનના પક્ષમાં છે.

ઉલ્લેખનીય છે કે, પાંચ દિવસની મુલાકાતે ભારત આવેલા અબ્દુલ્લાએ બુધવારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ સાથે મુલાકાત કરી ચૂક્યા છે. આ સમય દરમિયાન તેમણે તાલિબાન સાથે શાંતિ વાટાઘાટોની પ્રગતિ અને અન્ય દ્વિપક્ષીય મુદ્દાઓ પર પણ ચર્ચા કરી. શાંતિ મંત્રણા માટે ભારતે પૂર્ણ સમર્થન આપવાની જાહેરાત કરી છે.

સાહીન-

Exit mobile version