- પીએમ મોદી દિવાળીની ભેટ આપવા માટે આવી શકે છે કાશી
- કોરોના કાળમાં તૈયાર 400 કરોડના પ્રોજેક્ટ્સનું થશે લોકાર્પણ
- લગભગ 500 કરોડના પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ પણ તૈયાર
નવી દિલ્લી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિવાળી પર તેમના સંસદીય ક્ષેત્રની જનતાને ભેટ આપવા માટે 12 નવેમ્બરે વારાણસી આવી શકે છે. કોરોના કાળમાં તૈયાર થઇ ચુકેલા 400 કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત લગભગ 500 કરોડના પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શનિવારે વારાણસીના પ્રવાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવાનું સૂચન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, પીએમ મોદીને દિવાળી પહેલાં કાશીમાં આમંત્રણ આપવું જોઈએ. જેથી તૈયાર થયેલા પ્રોજેક્ટ્સની ભેટ લોકોને મળી રહે.
મુખ્યમંત્રીના નિર્દેશ બાદ જિલ્લા પ્રશાસન એ પ્રોજેક્ટ્સના લોકાર્પણ અને શિલાન્યાસ માટેની દરખાસ્ત શાસનને મોકલી દીધી છે. પીએમઓ તરફથી ગ્રીન સિગ્નલ મળ્યા બાદ પ્રશાસન તૈયારી શરૂ કરશે. જો સૂત્રોનું માનીએ તો લોકાર્પણ અને શિલાન્યાસના પ્રસ્તાવ માટે વર્ચુઅલ માધ્યમનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે. 401.93 કરોડના 26 પ્રોજેક્ટ્સ પૂર્ણ થયા છે.
લોકાર્પણ માટેના તૈયાર પ્રોજેકટ્સ
- બીએચયુમાં 100 બેડનું એમસીએચ વિગ 45 કરોડ
- શિક્ષક આવાસ 60.63 કરોડ
- રીજનલ ઓર્થોલોજી વિંગ 29.63 કરોડ
- ગંગા પ્રદૂષણ નિયંત્રણ,ગૌ સંરક્ષણ કેન્દ્ર, કેન્દ્રીય જેલની બાઉન્ડ્રીવાલ,એરપોર્ટ પર યાત્રી નિવાસ બ્રિજ 19 કરોડ
- લાલ બહાદુર શાસ્ત્રી હોસ્પિટલ રામનગર અપગ્રેડેશન 18.46 કરોડ
- સીડ સ્ટોર નિર્માણ,આઈપીડીએસ ફેસ-2 118.20 કરોડ
- સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ કામ 8.75 કરોડ રૂપિયા
- સારનાથમાં લાઇટ એન્ડ સાઉન્ડ શો, દીનદયાળ હોસ્પિટલમાં 50 બેડ મહિલા વિંગનું નિર્માણ
- શહેરમાં સ્માર્ટ લાઇટિંગ કામ,સાધન સહકારી સમિતિ કપસેઠીમાં 100 મેટ્રિક ટન વેરહાઉસ બાંધકામ,108 કોમ્યુનિટી ટોઇલેટ,105 આંગણવાડી કેન્દ્રો
_Devanshi