નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રાષ્ટ્રપતિ અભિભાષણ પરના ધન્યવાદ પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ આપતું સંબોધન સમાપ્ત થયું છે. પીએમ મોદીએ તમામ સાંસદોને પ્રસ્તાવ પારીત કરવાની અપીલ કરી હતી. પ્રસ્તાવ પર લાવવામાં આવેલા તમામ સંશોધનને ધ્વનિમતથી નામંજૂર કરવામાં આવ્યા અને સ્પીકરે તમામ સંશોધનોનો અસ્વીકાર કર્યો છે. સ્પીકરે પ્રસ્તાવને ગૃહમાં મંજૂરી માટે મૂક્યો અને ગૃહમાં રાષ્ટ્રપતિ અભિભાષણ પર લાવવામાં આવેલા ધન્યવાદ પ્રસ્તાવને ધ્વનિમતથી મંજૂર કર્યો છે. તેના પછી ગૃહની કાર્યવાહી બુધવારે સવારે 11 વાગ્યા માટે સ્થગિત કરવામાં આવી છે.
મંગળવારે લોકસભામાં રાષ્ટ્રપતિ અભિભાષણ પરની ચર્ચાનો જવાબ આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે અને પોતાની સરકારની પ્રશંસા કરી છે. પીએમ મોદીએ કહ્યુ છે કે દેશએ એક મજબૂત જનાદેશ આપ્યો છે અને આપણે દરેક અડચણોને દૂર કરી શકીએ છીએ. તેમણે કોંગ્રેસ તરફ ઈશારો કરતા કહ્યુ છે કે અમે 70 વર્ષની બીમારીઓને ઠીક કરી રહ્યા છીએ. ઈમરજન્સી અને શાહબાનોના મામલાને લઈને મોદીએ કોંગ્રેસને નિશાને લીધી હતી. તો કટોકટીના મામલે પણ કોંગ્રેસને નિશાને લીધી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર થયેલી ચર્ચાનો આજે લોકસભામા જવાબ આપ્યો છે. પીએમ મોદીએ કહ્યુ છે કે ચૂંટણીમાં કોણ જીત્યું અને કોણ હાર્યું, તે મારા વિચારની સીમા હોઈ શકે નહીં. જનતાએ સંપૂર્ણપણે કસોટી પર કસીને અમને ફરીથી જનાદેશ આપ્યો છે.
તેમણે કહ્યુ છે કે રાષ્ટ્રપતિજીએ પોતાના ભાષણમાં એ જણાવ્યું છે કે અમે ભારતને ક્યાં અને કેવી રીતે લઈ જવા ઈચ્છીએ છીએ. ભારતના સામાન્ય લોકોની આશા-આકાંક્ષાઓની પૂર્તિ માટે પ્રાથમિકતા શું હોય, તેની એક રૂપરેખા ખેંચવાનો પ્રયાસ કર્યો છે. રાષ્ટ્રપતિજીનું ભાષણ આમ આદમીની આશાઓની પ્રતિધ્વનિ છે. આ ભાષણ દેશના કોટિ-કોટિ લોકોનો ધન્યવાદ પણ છે. સૌએ સાથે મળીને આગળ વધવું એ સમયની માંગ છે અને દેશની અપેક્ષા પણ છે. આજના વૈશ્વિક વાતાવરણમાં આ અવસર ભારતે ગુમાવવો જોઈએ નહીં.
પીએમ મોદીએ કહ્યુ છે કે આ ચર્ચામાં સાંસદોએ ભાગ લીધો. જે પહેલીવાર આવ્યા છે, તેમણે સારી રીતે પોતાની વાત રજૂ કરવાની કોશિશ કરી, ચર્ચાને સાર્થક બનાવવાની કોશિશ કરી. જે અનુભવી છે, તેમણે પણ પોતપોતાની રીતે ચર્ચાને આગળ વધારી. આ વાત સાચી છે કે આપણે મનુષ્ય છીએ. જે મન પર છપાયેલું રેહ છે, તેને કાઢવું કઠિન હોય છે. તેના કારણે ચૂંટણી ભાષણોની પણ થોડી અસર જોવા મળતી હતી. તે વાતો જ અહીં સાંભળવા મળી રહી હતી.
પીએમ મોદીએ કહ્યુ છે કે તમે આ પદ પર નવા છો અને જ્યારે તમે નવા હોવ છો, તો કેટલાક લોકોનું મન પણ કરે છે કે તમને શરૂઆતમાં જ મુશ્કેલીમાં નાખી દો.
તેમણે કહ્યુ છે કે તમામ પરિસ્થિતિઓ છતાં તમે ઘણી સારી રીતે આ તમામ ચીજોને ચલાવી છે. તેના માટે પણ તમને અભિનંદન. ગૃહને પણ નવા સ્પીકર મહોદયને સહયોગ આપવા માટે આભાર વ્યક્ત કરું છું.
પીએમ મોદીના લોકસભાના ભાષણની દશ મુખ્ય વાતો
તેમણે ક્હયુ હતુ કે કોંગ્રેસે શાહબાનો અને સમાન નાગરીક સંહીતા પર મળેલા મોકા ગુમાવ્યા. તેઓ પગલા ભરી શકતા હતા. પરંતુ તેમણે તેમ કર્યું નહીં. કોંગ્રેસની પાસે ફરીથી મોકો છે, અમે મહિલાઓના સશક્તિકરણ માટે બિલ લાવ્યા છીએ. કોંગ્રેસ અમને સાથ આપે.
2019નો જનાદેશ સંપૂર્ણપણે કસોટી પર કસાયા બાદ, દરેક ત્રાજવે તોળાયા બાદ, પળપળને જનતાએ ચકાસ્યો અને પારખ્યો છે અને તેના આધાર પર સમજ્યા છે અને ત્યારે જઈને ફરીથી અમને ચૂંટયા છીએ. આજના સામાન્ય વાતાવરણમાં, ભારત જેવા વિશાળ લોકતંત્રમાં સૌના માટે ગૌરવની વાત છે કે આપણો મતદાતા કેટલો જાગરૂક છે.
પીએમ મોદીએ કહ્યુ છે કે હું સંતોષની સાથે કહી શકું છું કે 70 વર્ષથી ચાલી આવતી બીમારીઓને દૂર કરવા માટે અમે યોગ્ય દિશા પકડી અને ઘણી મુશ્કેલીઓ બાદ પણ તે દિશામાં ચાલતા રહ્યા. મુશ્કેલીઓ છતાં અમે યોગ્ય દિશાને છોડી નથી.
પીએમ મોદીએ કહ્યુ છે કે હું પડકાર ફેંકુ છું કે 200થી 2014 સુધી શાસનમાં બેઠેલા લોકોએ ક્યારેય અટલજીની સરકારના વખાણ કર્યા હોય. તેમની વાત છોડો નરસિમ્હારાવજીની સરાકરના વખાણ કર્યા હોય તો. આ ગૃહમાં બેઠેલા આ લોકોએ તો એક વખત પણ મનમોહનસિંહજીની સરકારનો ઉલ્લેખ સુદ્ધા કર્યો નથી, જો કર્યો હોય તો જણાવો.
પીએમ મોદીએ કહ્યુ છે કે આજે 25 જૂન છે, 25 જૂનની તે રાત્રે જ્યારે ઈમરજન્સીનું એલાન કરી દેશની આત્માને કચડી નાખવામાં આવી હતી. ભારતમાં લોકશાહી બંધારણના પૃષ્ઠોમાંથી પેદા થઈ નથી. ભારતમા લોકશાહી સદીઓથી આપણો આત્મા છે. જે આ પાપના ભાગીદાર હતા, આ ડાઘ ક્યારેય ભૂંસાવાના નથી. આ ડાઘને વારંવાર એટલા માટે યાદ કરવા જરૂરી છે કે જેથી ફરીથી કોઈ આવું પાપ કરી શકે નહીં.
પીએમ મોદીએ કહ્યુ છે કે વિપક્ષના ભાષણોમાં બાબાસાહેબના નામનો ઉલ્લેખ થાત, તો સારું થા. પરંતુ એક ઊંચાઈ પર ગયા બાદ દેખાતું નથી. જ્યારે પાણી અને બંધો માટે બાબાસાહેબનું કામ સર્વોપરી છે. પાણીની તકલીફ રાજસ્થાન અને ગુજરાતના લોકો જાણે છે અને તેના કારણે અમે જળશક્તિ મંત્રાલય બનાવ્યું છે. જળ સંચય પર આપણે પણ ભાર મૂકવો પડશે, નહીંતર જળ સંકટ વધતો ચાલ્યો જશે. જળ સંચય પર આપણે પુરું ધ્યાન આપવું પડશે.
સરદાર સરોવર બંધ સરદાર પટેલનું સપનું હતું. પરંતુ આ ડેમ પર કામમાં વિલંબ થતો રહો. ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે મારે આ પરિયોજના માટે ઉપવાસ કરવો પડયો હતો. એનડીએના સત્તામાં આવ્યા બાદ તેના કામની ગતિમાં વૃદ્ધિ થઈ અને આજે તેનાથી લોકોને લાભ થઈ રહ્યો છે.
પીએમ મોદીએ કહ્યુ છે કે મેક ઈન ઈન્ડિયાની મજાક ઉઢાવે કેટલાક લોકોને ભલે રાત્રે સારી ઉંઘ આવી જાય, પરંતુ આનાથી દેશનું ભલું તો થઈ શકશે નહીં. મેક ઈન ઈન્ડિયાને આગળ વધારવું આપણ જવાબદારી છે. આપણું સપનું નવું ભારત બનાવવાનુ છે. તેના માટે મેક ઈન ઈન્ડિયા જરૂરી છે.
પીએમ મોદીએ કહ્યુ છે કે અમને એટલા માટે કોસવામાં આવે છે, કારણ કે અમે ફલાણાને જેલમાં કેમ નાખ્યા નથી. આ ઈમરજન્સી નથી કે કોઈને પણ જેલમાં નાખી દેવામાં આવે. આ લોકશાહી છે. આ કામ અદાલતનું છે. અમે કાયદાથી ચાલનારા લોકો છીએ અને કોઈને જામીન મળી છે, તો તે એન્જોય કરે. અમે બદલાની ભાવનાથી કામ કરીશું નહીં.
પીએમ મોદીએ કહ્યુ છે કે આપણા દેશમાં પર્યટનની ઘણી સંભાવનાઓ છે. પરંતુ અમે જ અમારા દેશના વિષયમાં એક હીન ભાવના પેદા કરી દીધી હતી અને તેના કારણે વિશ્વના લોકોને હિંદુસ્તાન તરફ આકર્ષિત કરવામાં આપણે ઓછા પડયા. સ્વચ્છતા અભિયાને હવે પર્યટનને બળ આપ્યું છે. તેનાથી ભારતમાં રોજગારની સંભાવના વધશે.