Site icon Revoi.in

PM મોદીએ 28મી પુણ્યતિથિ પર રાજીવ ગાંધીને આપી શ્રદ્ધાંજલિ, ગાંધી પરિવારે કર્યા યાદ

Social Share

દેશના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની આજે 28મી પુણ્યતિથિ છે. આ પ્રસંગે કોંગ્રેસ પરિવાર સહિત આખો દેશ તેમને યાદ કરી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ રાજીવ ગાંધીને યાદ કર્યા છે.

પીએમ મોદીએ ટ્વિટ કરીને પૂર્વ પીએમ રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ આપી છે. પીએમ મોદીએ ટ્વિટમાં લખ્યું, ‘પુણ્યતિથિ પર પૂર્વ પીએમ રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ.’ પીએમ મોદી ઉપરાંત પૂર્વ પીએમ મનમોહન સિંહે પણ રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ આપી. મનમોહન સિંહે દિલ્હીમાં વીરભૂમિ જઈને તેમની સમાધિને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ પણ ત્યાં પહોંચીને રાજીવ ગાંધીન યાદ કર્યા.

આ ઉપરાંત, કોંગ્રેસ પરિવાર પણ રાજીવ ગાંધીને યાદ કરવા માટે તેમની સમાધિ પર પહોંચ્યો. યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ રાજીવ ગાંધીને યાદ કરીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા. આ દરમિયાન આખા ગાંધી પરિવારની સાથે પ્રિયંકાના પતિ રોબર્ટ વાડ્રા અને તેમના બાળકો પણ હાજર રહ્યા.

ગાંધી પરિવાર ઉપરાંત કોંગ્રેસના તમામ નેતા તેમજ કાર્યકર્તાઓ પણ રાજીવ ગાંધીની પુણ્યતિથિ પર વીરભૂમિ ગયા અને તેમને યાદ કર્યા.

પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામી અન્સારી, ગુલામ નબી આઝાદ, કેસી વેણુગોપાલ, એકે એન્ટની , આનંદ શર્મા, શીલા દીક્ષિત, ભૂપેન્દ્ર સિંહ ચુડાસમા સહિત અનેક સાંસદો, વરિષ્ઠ નેતા અને પાર્ટી કાર્યકર્તાઓએ વીરભૂમિ પર પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની 28મી પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અને પુષ્પો અર્પણ કર્યા.

ઉલ્લેખનીય છે કે તમિલનાડુના શ્રીપેરમ્બદુરમાં એક આત્મઘાતી હુમલામા રાજીવ ગાંધીનું મોત થયું હતું.