- આવતા અઠવાડિયેથી ખુલશે થિયેટરો
- ફિલ્મ ‘પીએમ નરેન્દ્ર મોદી’ ફરીથી થશે રિલીઝ
- ફિલ્મ ક્રિટિક તરણ આદર્શે સોશિયલ મીડિયા પર આપી માહિતી
અમદાવાદ: કોરોના વાયરસના કારણે લગભગ છેલ્લા 6 મહિનાથી સિનેમાઘરો બંધ હતા.જેને 15 ઓક્ટોબરથી કેટલીક શરતો સાથે ખોલવામાં આવી રહ્યા છે. એવામાં ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદી ફરી એકવાર સિનેમાઘરોમાં રીલીઝ થવા જઈ રહી છે.આમાં એક્ટર વિવેક ઓબરોયે પીએમ મોદીની ભૂમિકા નિભાવી હતી.
ફિલ્મ ક્રિટિક તરણ આદર્શે સોશિયલ મીડિયા પર આ જાણકારી આપતાં લખ્યું છે કે, “વિવેક ઓબેરોય સ્ટાર ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદી આવતા અઠવાડિયે ફરી સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.”
આ ફિલ્મના નિર્માતા સંદિપસિંહ છે. તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચા વેચનારથી લઈને રાષ્ટ્રના પ્રમુખ બનવાની સફર દર્શાવવામાં આવી છે. ઉમંગ કુમાર દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં વિવેક ઓબરોય ઉપરાંત મનોજ જોશી, દર્શન કુમાર, બોમન ઈરાની, ઝરીના વહાબ સહીતના ઘણાં કલાકાર છે.
તો બીજી તરફ અનન્યા પાંડે અને ઇશાન ખટ્ટરની ફિલ્મ ‘ખાલી પીલી’ પણ આવતા અઠવાડિયે 16 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રીલીઝ થશે.
અનન્યાની પાસે ‘ખાલી પીલી’સિવાય શકુન બત્રાની પણ એક ફિલ્મ છે, જેમાં તેની સાથે દીપિકા પાદુકોણ અને સિદ્ધાંત ચતુર્વેદી જેવા કલાકારો પણ છે. અનન્યા આગામી સમયમાં વિજય દેવરકોંડા સાથેની એક ફિલ્મમાં પણ જોવા મળશે.
_Devanshi