Site icon Revoi.in

પીએમ મોદી અને રાષ્ટ્રપતિ આજે નવી શિક્ષણ નીતિ પર રાજ્યપાલોને સંબોધશે

Social Share

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંગે સોમવારથી શરૂ થઈ રહેલા રાજ્યપાલના સંમેલનના ઉદઘાટન સત્રને રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ અને દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદસંબોધિત કરશે. પીએમઓએ આ અંગે રવિવારના રોજ જણાવ્યું હતું કે, શિક્ષણ મંત્રાલય દ્વારા ‘ઉચ્ચ શિક્ષણના સુધારામાં 2020ની શીર્ષક ભૂમિકા વાળા આ સમ્મેલનમાં તમામ રાજ્યોના શિક્ષણ પ્રધાન, તમામ રાજ્ય યુનિવર્સિટીઓના કુલપતિઓ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ ભાગ લેશે. પીએમઓએ તેમના નિવેદનમાં કહ્યું છે કે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ભારતને ન્યાયી અને જીવંત જ્ઞાન સમાજ બનાવવા માટે પ્રયત્નશીલ છે.

આ સમ્મેલનમાં પશ્ચિમ બંગાળ સરકારના કેટલાક અધિકારીઓએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, રાજ્યના શિક્ષણ મંત્રી પાર્થ ચેટર્જી કેટલાક મુદ્દાઓ ઉઠાવી શકે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે તે સાથે જ  શિક્ષણ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, રાજ્ય માધ્યમિક બોર્ડની પરીક્ષાઓ નહીં લેવાના પ્રસ્તાવનો ચેટર્જી દ્વારા વિરોધ કરવામાં આવે તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે,મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આ નીતિ વિરુદ્ધ પોતાનો અવાજ ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે, રાજ્યોને આ નીતિથી દૂર નહી શકાય કારણ કે શિક્ષણનો મુદ્દો સહવર્તી સૂચિની શ્રેણીમાં આવે છે, નવી શિક્ષણ નીતિને  એનપીઈ 2020 હેઠળ તારિખ 29 જુલાઇએ કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા  મંજૂરી આપવામાં આવી હતી.

એનઇપી ભારતને એક સમાન અને જીવંત જ્ઞાન સમાજ  બનાવવા માટે પ્રયત્નો કરે છે. એક સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે કે, આ ભારત-કેન્દ્રિત શિક્ષણ પ્રણાલીનો અમલ કરે છે જે ભારતને વૈશ્વિક મહાસત્તામાં પરિવર્તિત કરવા માટે સીધો ફાળો આપે છે. NEPથી દેશની શિક્ષણ પ્રણાલીમાં અનેક બદલાવ થશે ,વડા પ્રધાન મોદી દ્વારા કલ્પના કરવામાં આવેલી નવી આત્મનિર્ભર ભારતની કલ્પના માટે એક સક્ષમ અને મજબૂત શૈક્ષણિક ઇકોસિસ્ટમનિં નિર્માણ આ નવી નીતિથી શક્ય છે.

સાહીન-