Site icon hindi.revoi.in

પીએમ મોદી અને અમિત શાહ એ ગુજરાતના પૂર્વ સીએમ કેશુભાઈ પટેલને આપી શ્રદ્ધાંજલી

Social Share

દેશના પ્રધાન મંત્રી નરેદ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહએ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના અવસાન પર શોક વ્યક્ત કર્યો છે, પીએમ મોદીએ એક વીડિયો શરે કર્યો છે, આ વીડિયોમાં તેમણે કહ્યું કે, “આપણા દરેકના પ્રિય, આદરણીય કેશુભાઇ પટેલના નિધનથી હું સ્તબ્ધ છું. કેશુભાઈની વિદાય મારા માટે પિતા સમાનના જવા બરાબર  છે, તેમનું મૃત્યુ મારા માટે એવી ક્ષતિ છે જે ક્યારેય પુરી નહી થઈ શકે”

આ સાથે જ ગૃહમંત્રી અમિત શાહએ કહ્યું કે, “કેશુભાઈનું સમગ્ર જીવન જનતાની સેવામાં સમર્પિત રહ્યું છે”, તેમણે ટ્વિટ કરીને લખ્યું છે કે, “ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના નિધનના દુખદ સમાચાર મળ્યા, તેમનું લાબું જીવન ગુજરાતની જનતાની સેવામાં સમર્પિત રહ્યું છે, કેશુભાઇના અવસાનથી ગુજરાતના રાજકારણમાં એવી ખોટ સર્જાઇ છે કે, તેને ભરવી મુશ્કેલ છે, તેમના પરિવારના સભ્યો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરુ છું ”

અમિત શાહ એ વધુમાં લખ્યું છે કે, “ભાજપમાં રહેતા કેશુભાઈ એ ગુજરાતમાં સંગઠનને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી અને સોમનાથ મંદિરના ટ્રસ્ટી તરીકે તેમણે હંમેશા મંદિરના વિકાસ માટે વધુ ટેકો આપ્યો હતો. તેમણે કહ્યું કે, “કેશુભાઇ તેમની કાર્યો અને વર્તનથી હંમેશાં તેઓ આપણી સ્મૃતિમાં રહેશે. ભગવાન તેમને તેમના ચરણમાં સ્થાન આપે.

ઉલ્લેખનીય છે કે ,ગુજરાતના પૂર્વ સીએમ એવા કેશુભાઈ પટેલ એ આજરોજ 92 વર્ષની ઉમરે દેહ ત્યાગ કર્યો છે, જેને લઈને તમામ નેતાઓ તેમને યાદ કરી રહ્યા છે,તેમના કાર્યોથી અને તેમના વર્તનથી આજે પણ તેઓ જીવંત છે. રાજકરણમાં તેમનું ખુબ મોટૂ નામ હતું. ભાજપ પાર્ટી તરફથી તેઓ ગુજરાતના બે વાર મુખ્યમંત્રી રહ્યા છે.તેમણે પોતાના જીવન દરમિયાન તેમના કાર્યો થકી જનતાના મન જીત્યા છે.

સાહીન-

Exit mobile version