Site icon Revoi.in

વિકાસનું ચિત્ર બનતું ભારત, હવે વડાપ્રધાન મોદીએ મોરેશિયસની સુપ્રીમ કોર્ટનું કર્યું ઉદધાટન

Social Share

અમદાવાદ: એશિયાના ઘણા દેશો એવા છે જેના વિકાસ માટે ભારત શક્ય એટલી મદદ કરી રહ્યું છે અને હવે ભારતના વડાપ્રધાન મોદી દ્વારા મોરેશિયસની સુપ્રીમ કોર્ટનું કર્યું ઉદધાટન કરવામાં આવ્યું છે. પીએમ મોદીએ મોરેશિયસના પીએમ પ્રવિંદ જુગનોથ સાથે વીડિયો કોન્ફરસિંગમાં જોડાઈને નવા બિલ્ડીંગનું ઉદ્ધાટન કર્યું.

ભારતની મદદથી મોરેશિયસની સુપ્રીમ કોર્ટનું બિલ્ડીંગ તૈયાર કરવામાં આવ્યું છે અને વર્ષ 2016માં પણ ભારતે મોરેશિયસને 35.3 કરોડ ડોલકનું વિશેષ આર્થિક પેકેજ આપ્યું હતુ જેના કારણે મોરેશિયસમાં અનેક સુવિધાઓને તૈયાર કરવામાં આવી રહી છે.

ભારત અને મોરેશિયસના વિકસતા સંબંધને લઈને વડાપ્રધાન મોદીએ પોતાના ભાષણમાં કહ્યું કે “ હું મોરેશિયસ સરકારને કોરોનાના પ્રભાવી મેનેજમેન્ટ માટે શુભેચ્છા પાઠવું છું અને મને ખુશી છે કે આ પ્રયાસમાં ભારત સમયસર દવાઓ સપ્લાય કરીને પોતાના અનુભવને બતાવીને તમારી મદદ કરી શકશે. ભારત અને મોરેશિયસ લોકતાંત્રિક વ્યવસ્થામાં આપણી કોર્ટને મહત્વના આધારસ્તંભ ગણીને તેનું સન્માન કરે છે. મોરેશિયસની કોર્ટના બિલ્ડીંગની આધુનિક ડિઝાઈન અને નિર્માણ આ જ સન્માનનું પ્રતીક છે. ભારતના સાગર સિક્યોરિટી વિઝન અને તમામ વિસ્તારોના ગ્રોથ અંગે મે સૌથી પહેલા મોરેશિયસ સાથે વાત કરી હતી, કારણ કે ભારતીય સમુદ્ર વિસ્તારમાં આપણા પ્રયાસો માટે મોરેશિયસ કેન્દ્ર છે.

તે વાતમાં કોઈ શંકા નથી કે ભારત એશિયાના દેશના વિકાસ માટે પગલા નથી લેતું. ભારત અફ્ઘાનિસ્તાનના વિકાસ માટે પણ કરોડો ડોલર ખર્ચ કર્યા છે જેમાં ડેમ, લાઈબ્રેરી, સંસદ જેવું બનાવ્યું છે.

_Vinayak