1. Home
  2. revoinews
  3. વીર જવાનોનું બલીદાન વ્યર્થ નહીં જાય: વડાપ્રધાન મોદી
વીર જવાનોનું બલીદાન વ્યર્થ નહીં જાય: વડાપ્રધાન મોદી

વીર જવાનોનું બલીદાન વ્યર્થ નહીં જાય: વડાપ્રધાન મોદી

0
  • વડાપ્રધાન મોદીનું ચીનને લઈને મહત્વનું દેશને સંબોધન
  • કહ્યું વીર સપૂતોનું બલીદાન વ્યર્થ નહીં જાય: મોદી
  • ભારત પોતાની રક્ષા અને અખંડતાનું રક્ષણ કરવાનું જાણે છે: મોદી

ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા વિવાદને લઈને પ્રથમવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સંબોધ્યો છે. વડાપ્રધાન મોદીએ કહ્યુ કે ભારતના વીર સૈનિક લડતા લડતા શહીદ થયા છે અને કોઈ પણ દેશનો યોગ્ય જવાબ આપવા માટે ભારત સક્ષમ છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારત ક્યારેય કોઈ દેશને હેરાન કરતો નથી અને ભારત શાંતિપ્રિય દેશ છે પરંતુ ભારત સમય પડે જવાબ પણ આપી શકે છે.

વડાપ્રધાન મોદીએ વધારે ઉમેરતા જણાવ્યું કે ભારત પોતોની અખંડતા અને સંપ્રભુતા સાથે કોઈ બાંધછોડ કરશે નહી અને જે ભારતીય જવાન શહીદ થયા છે તેમનું બલીદાન વ્યર્થ પણ નહી જાય.

મહત્વનું છે કે ચીન દ્વારા વિશ્વાસઘાત કરીને ભારતીય જવાનો પર હૂમલો કરવામાં આવ્યો હતો અને તેના જવાબમાં ભારતે પણ વળતો જવાબ આપ્યો છે. સૂત્રોના કહેવા અનુસાર આ લડાઈમાં 20 ભારતીય શહીદ થયા છે અને ચીનના 43 જેટલા જવાનો શહીદ થયા છે.

છેલ્લા કેટલાક મહિનાથી ચાલી રહેલા સીમા વિવાદ બાદ ચીન અને ભારત વચ્ચે આ પ્રકારનું ઘર્ષણ જોવા મળ્યું છે અને લગભગ 45 વર્ષ બાદ ભારત ચીનની બોર્ડર પર કોઈ જવાન શહીદ થયા છે.  

વડાપ્રધાન મોદીએ તે પણ જણાવ્યું કે ભારતના જવાન લડતા લડતા શહીદ થયા છે અને તેમની આત્માને શાંતિ માટે 2 મિનિટનું મૌન પણ ધારણ કર્યું હતુ.

(VINAYAK)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.