Site icon hindi.revoi.in

PM મોદીએ ફૉલો કરતાની સાથે જ યૂવતીનું ટ્વિટર અકાઉન્ટ થયું હૅક

Social Share

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના જન્મ દિવસ પર તેમના ચાહનારા લોકોને ટ્વિટર પર ફોલો કરીને એક અનોખી ભેટ આપી હતી,પીએમએ મંગળવારના રોજ કેટલાક ચાહકોને ફૉલો કર્યા હતા,જેમાં કલકત્તાની રહેવાસી સીમાંતની બોસને પણ પીએમએ ફોલો કરી હતી,પરંતુ મોદીએ જેવું તેનું અકાઉન્ટ ફોલો કર્યું કે, તરત જ હેકર્સ દ્વારા તેનું અકાઉન્ટ હેક કરવામાં આવ્યું,આ હેક થવાની જાણકારી સીમાંતની બોસે ટ્વિટર પર ટ્વિટ કરી હતી.

સીમાંતની બોસે મંગળવારની સાંજે ટ્વિટર પર લખ્યું હતું કે,“આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ છે,પરંતુ ભેટ મને મળી છે,હું આ ફોટોને જીવનભર જોતી રહીશ,નરેન્દ્ર મોદીજી તમારો ખુબ આભાર”

પરંતુ ત્યાર બાદ જે ઘટના બનવા પામી છે તેનો અંદાજો તેને પોતે પણ નહોતો,તેના ટ્વિટર અકાઉન્ટને હેક કરવામાં આવ્યું,અને જમ્મુ-કાશ્મીરના મામલાને લઈને કેટલીક ટ્વિટ પર ટ્વિટ કરવામાં આવી હતી,ડિઝિટલ માર્કેટીંગના ફિલ્ડમાં કામ કરનારી 36 વર્ષિય સીમાંતની બોસે પોતે ટ્વિટર પર પોતાની સાથે બનેલી ઘટના જણાવી હતી,

સીમાંતની બોસે લખ્યું કે,રાત્રે 2 ગાવ્યે આસપાસ જ્યારે તે તેની ટ્વિટર ફીડ દેખી રહી હતી  ત્યારે તેની પાસે કેટલાક મેસેજ આવ્યા હતા,જે વન ટાઈમ પાસવર્ડ માંગી રહ્યા હતા,એવું ત્યારે જ બને છે કે જ્યારે તમે પાસવર્ડ બદલતા હોવ,અથવા તો કોઈ અન્ય તમારું અકાઉન્ટ લોગ-ઈન કરતું હોય,સીમાંતની કઈ સમજી શકે તે પહોલા જ કોઈ બીજા વ્ય્કતિએ તેનું અકાઉન્ટ લોગ ઈન કરી નાખ્યું.

ત્યાર બાદ હેકર દ્રારા તેના ટ્વિટર અકાઉન્ટ પરથી તેના મિત્રોના વિરુધમાં કેટલીક ટ્વિટ કરવામાં આવી હતી, આ ઉપરાંત પીએમ મોદીને ડાયરેક્ટ મેસેજથી કેટલાક બનાવટી સ્ક્રીનશોર્ટ પણ શૅર કરવામાં આવ્યા,જેમાં હેકર તરફથી એમ કહેવામાં આવ્યું કે,પીએમ મોદીએ કાશ્મીરમાં 43 દિવસોથી લોકોને બંધી બનાવીને રાખ્યા છે.

જો કે થાડી વાર પછી કેટલાક પ્રયત્નો કર્યા બાદ સીમાંતનીનું અકાઉન્ટ સ્ક્રીન પર ફરી આવી ગયું હતુંલઅને લોગઈન થયું હતું,ત્યાર પછી તેણે હેકર દ્વારા કરવામાં આવેલી દરેક ભુલોને સુધારી, જે લોકો વિશે જેમતેમ લખવામાં આવ્યું હતું તેને સુધાર્યું,સાથે પોતાના જ ટ્વિટર અકાઉન્ટ પરથી આ સમગ્ર ઘટનાની માહીતી પણ શૅર કરી હતી.

Exit mobile version