Site icon hindi.revoi.in

બાળકોની પુસ્તકમાં છપાયો સુશાંતસિંહ રાજપૂત અને અંકિતા લોખંડેનો ફોટો, જાણો શુ છે હકીકત

Social Share

કોલકત્તા: સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુ પછી તેમના ચાહકોમાં હજુ પણ શોકની લાગણી છે. તેમના ચાહકો તેમને ભુલવા માંગતા નથી. આજે પણ તેમના ચાહકો દ્વારા સોશિયલ મીડિયા તથા અન્ય પ્લેટફોર્મ પર તેમના વીડિયો અને ફોટો મુકીને તેમને યાદ કરવામાં આવે છે.

આવા સમયમાં સુશાંતસિંહ રાજપૂતનો ફોટો એક બંગાળની શાળાની પાઠ્યપુસ્તકમાં જોવા મળ્યો છે અને સોશિયલ મીડિયામાં ફરતા આ ફોટો વિશે લોકો માની રહ્યા છે કે, સુશાંતસિંહ રાજપૂત વિશે બાળકોને ભણાવવામાં આવી રહ્યું છે.

મહત્વની વાત એ છે કે સોશિયલ મીડિયામાં જે ફોટો વાયરલ થયો છે તેને એક સીરીયલ પ્રોગ્રામમાંથી લેવામાં આવ્યો છે. અહેવાલ પ્રમાણે આ ફોટાનો ઉપયોગ બાળકોને પરિવારનું મહત્વ સમજાવવા માટે કરવામાં આવ્યો છે. આ પુસ્તકમાં સુશાંતસિંહને એક જવાબદાર પતિ બતાવવામાં આવ્યો છે અને આ ફોટોમાં સાથે અંકિતા લોખંડે પણ છે.

સુશાંતસિંહ રાજપૂત વર્ષ 2020માં 14 જૂનના દિવસે પોતાના ઘરે મૃત અવસ્થામાં મળી આવ્યા હતા,અને ત્યારથી તેમના મૃત્યુનું રહસ્ય અકબંધ છે.

Exit mobile version