Site icon hindi.revoi.in

1 દિવસ બાદ ફરીથી ઘટી પેટ્રોલ-ડીઝલની કિંમત

Social Share

પેટ્રોલ અને ડીઝલની કિંમતો ફરી એકવાર ઘટી છે. ગુરુવારે દિલ્હીમાં પેટ્રોલમાં 0.16 પૈસા અને ડીઝલમાં 0.34 પૈસા પ્રતિ લિટરનો ઘટાડો થયો છે. ગત આઠ દિવસમાં સાતમી વખત પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ઘટાડો થયો છે.

મહત્વપૂર્ણ છે કે બુધવારે પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર હતા. તેના પહેલા છ દિવસ સુધી બંનેની કિંમતમાં ઘટાડો થયો હતો. આ છ દિવસમાં પેટ્રોલ 63 પૈસા અને ડીઝલ 1.13 પૈસા પ્રતિ લિટર સસ્તુ થયું હતું. છેલ્લે મંગળવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થયો હતો. મંગળવારે ઓઈલ કંપનીઓએ પેટ્રોલની કિંમતમાં 7 પૈસા અને ડીઝલની કિંમતમાં 20-22 પૈસા પ્રતિ લિટરનો ઘટાડો કર્યો હતો.

ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ પ્રમાણે, દિલ્હીમાં પેટ્રોલની નવી કિંમત 71.07 રૂપિયા પ્રતિ લિટર છે, તો દિલ્હીમાં ડીઝલ 65.22 રૂપિયા પ્રતિ લિટરના ભાવે વેચાય છે.

કોલકત્તામાં પેટ્રોલ 73.31 રૂપિયા અને ડીઝલ 67.14 રૂપિયા પ્રતિ લિટરના ભાવે વેચાય છે. જ્યારે ચેન્નઈમાં પેટ્લોલ 73.84 રૂપિયા અને ડીઝલ 69 રૂપિયા પ્રતિ લિટરની કિંમતે મળી રહ્યું છે.

મુંબઈમાં પેટ્રોલ 76.76 રૂપિયા અને ડીઝલ 68.39 રૂપિયા પ્રતિ લિટરની કિંમતે વેચાય છે. પેટ્રોલ અને ડીઝલની આ કિંમતો માર્ચના સ્તર પર આવી ગઈ છે

તો બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં ખનીજતેલના ભાવમાં વધારો નોંધાયો છે. જો કે તેમ છતાં આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની શક્યતા છે. ગત કેટલાક દિવસોથી ખનીજતેલની કિંમતોમાં ઘટાડો થઈ રહ્યો હતો. જેના કારણે રાહતની આશા સેવાઈ રહી છે. મહત્વપૂર્ણ છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ખનીજતેલની કિંમતમાં તેજી અથવા મંદીની અસર ભારતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો પર બે સપ્તાહ બાદ જોવા મળી છે.

Exit mobile version