- પેટ્રોલ-ડિઝલના ભાવમાં થયો વધારો
- 48 દિવસની સ્થિરતા બાદ આજે ભાવ ઉચકાયા
દિલ્હીઃ- ઓઈલ કંપનીઓ દ્વારા હવે ફરી એક વખત પેટ્રોલ ડિઝલના ભાવમાં વધઝારો કરવાનું શરુ કર્યું છે, છેલ્લા એક મહિના પહેલાથી પણ વધુ સમય સુધી આ ભાવમાં સ્થિરતા જોવા મળી હતી, ત્યારે બાદ આજ રોજ ભાવમાં ઉછારો જોવા મળ્યો છે,
આંતરરાષ્ટ્રી કાચા તેલના ભાવમાં થતા વધારાની સર ઘરેલૂ બજાર પર પડતી હવે જોવા મળી લહી છે, રાજધાની દિલ્હીમાં શનિવારના રોજ સવારે પેટ્રોલનો ભાવ 82 રૂપિયા પ્રતિ લીટર કરવામાં આવ્યો છે.અહીં ડીઝલની કિંમત પ્રતિ લીટર 72 રૂપિયા કરવામાં આવી છે.
જો આ બાબતે ખાસ નિષ્ણાતોની વાત માનવામાં આવે તો, હાલ ક્રૂડમાં શૉર્ટ ટર્મમાં તેજી ચાલુ રહેશે, ક્રૂડ ઝડપથી 50 ડૉલર પ્રતિ બેરલના સ્તર પર પહોચવાની શક્યતાઓ છે. આ માટે એક કારણ એ પણ જવાબદાર છે કે,કોરોનાની કારગાર વેક્સીન અંગે મળતા સમાચારો. જેને લઈને ક્રૂડ માર્કેટને ટેકો મળી રહ્યો છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે ઓપેક દ્વારા ઉત્પાદનમાં ઘટાડો અને કોરોના વેક્સિન બાબતે સકારાત્મક બાબતો થકી ક્રુડ માર્કેટને એક સારુ એવું પ્રોત્સાહન મળી રહ્યું છે.
આજ રોજ નવા ભાવ પ્રમાણે દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 82.13 રૂપિયા, ડીઝલ 72.13 રૂપિયા પ્રતિ લીટર, દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પેટ્રોલ 88.81 રૂપિયા અને ડીઝલ 78.66 રૂપિયા પ્રતિ લીટર નોધાયું છે, તો મેટ્રો શહેર ગણાતા કોલકાતામાં પેટ્રોલ 83.67 રૂપિયા અને ડીઝલ 75.70 રૂપિયા પ્રતિ લીટર નોંધાયું છે.આ સાથે જ ચેન્નાઇમાં પેટ્રોલ 85.12 રૂપિયા અને ડીઝલ 77.56 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.
જુદા જુદા રાજ્યોમાં પેટ્રોલનો ભાવ જુદો જુદો જોવા મળતો હોય છે, દરેક સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે આ નવા ભાવો સવારે 6 વાગ્યાથી લાગુ કરવામાં આવતા હોય છે
સાહીન-