- દેશમાં ઓક્સફોર્ડની વેક્સિનના પરિક્ષણની રોક હટાવાઈ
- સીમર સંસ્થાને ફરી DCGIની મળી પરવાનગી
- 11 સપ્ટેમ્બરમા રોજ વેક્સિનના પરિક્ષણ પર રોક લગાવાઈ હકતી
- રોક લગાવાનું કારણ સુરક્ષાને ગણાવાયું હતું
દિલ્હીઃ ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા ડો.વીજી સોમાનીએ મંગળવારના રોજ સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાએ ઓફ્સફોર્ડની કોવિડ-19 વેક્સિનને ફરી પરિક્ષણ કરવાની પરવાનગી આપી છે,આ સાથે જ ડીસીજીઆઈ એ બીજા અને ત્રીજા તબક્કામા પરિક્ષણ માટે બીજા નવા સ્વંમસેવકની પસંદગી માટે રોક લગાવનારા પહેલાના આદેશ પણ રદ કર્યા છે
ઉલ્લેખનીય છે કે આ પહેલા 11 સપ્ટેમ્બરના રોજ, ડીસીજીઆઈએ ભારતમાં સ્થિત પુણેની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાની એસ્ટ્રાજેનેકા-ઓક્સફોર્ડ વેક્સિનના પરિક્ષણ પર રોક લગાવી હતી. ભારતના ડ્રગ કંટ્રોલર જનરલે કહ્યું હતું કે, આગળ આપવામાં આવતી સૂચનાઓ સુધી સુનાવણી પર પ્રતિબંધ મૂકવામાં આવશે. અને આ માટેનું કારણ સુરક્ષાને ગણાવ્યું હતું.
ઓક્સફર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાઝેનેકા પીએલસી દ્વારા વિકસિત કરવામાં આવી રહેલી કોરોના વેક્સિનના પરિક્ષના પ્રારંભિક પરિણામો ખૂબ જ પ્રોત્સાહક છે. જો કે, યુકેમાં એક સ્વયંસેવક ને આ રસીમો ડોઝ આપતા તે બીમાર પડ્યા બાદ બ્રિટન અને અમેરિકામાં વેક્સિનનું પરિક્ષણ અટકાવી દેવામાં આવ્યું હતુ. સીરમ ઇન્સ્ટિટ્યૂટના સીઈઓ, આદર પૂનાવાલાએ કહ્યું કે આનાથી ભારતમાં વેક્સિનના પરીક્ષણો પર કોઈ અસર નહીં પડે.
ઉલ્લેખનીય છે કે, ભારતમાં ઓસફર્ડની વેક્સિનના બીજા અને ત્રીજા તબક્કાના પરીક્ષણો ભારતમાં 17 સ્થળોએ કરવામાં આવી રહ્યા છે.પરિક્ષણના પ્રથમ અને બીજા સફળ તબક્કાઓથી દરેકને ઘણી આશો છે, વેક્સિનના મોટા પાયે ઉત્પાદન માટે વિશ્વભરમાંકેટલાક ટાયપ થયા છે. ત્રીજા તબક્કામાં વેક્સિનનું પરિક્ષણ યુએસ, બ્રાઝિલ, દક્ષિણ અમેરિકા અને ભારત સુધી વિસ્તૃત કરવામાં આવ્યું હતું
સાહીન-