Site icon hindi.revoi.in

મધ્યપ્રદેશમાં દિવાળીના દિવસે ફટાકડા પર પ્રતિબંધ મૂકવામાં આવશે નહીં

Social Share

ભોપાલ: મધ્યપ્રદેશમાં દિવાળીના દિવસે ફટાકડા પર પ્રતિબંધ મૂકવામાં આવશે નહીં. મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે આ અંગેની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ ટ્વિટ કરીને માહિતી આપી હતી કે, રાજ્યમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે નહીં પરંતુ ચીની ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકવામાં આવશે.

ખરેખર સોશિયલ મીડિયા યુઝરના સવાલના જવાબ આપતી વખતે મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ટ્વિટ કર્યું કે, મધ્યપ્રદેશ ખુશીઓનું રાજ્ય છે. અહીં,અમે ખુશીઓ પર ક્યારેય કોઈ પણ પ્રકારના પ્રતિબંધ મુકતા નથી. રાજ્યમાં ફટાકડા ફોડવા પર કોઈ પ્રતિબંધ નથી. હા,પણ ચાઇનીઝ ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ છે. ભગવાન રામના અયોધ્યા પરત ફરવા પર ખુશીઓ મનાવો,ફટાકડા ફોડો અને ધૂમ-ધામથી દિવાળી ઉજવો.

આ સિવાય શિવરાજસિંહ ચૌહાણે ટ્વિટમાં એવી માહિતી આપી હતી કે દેવી-દેવતાઓનાં ચિત્રો સાથે ફટાકડા સળગાવશો નહીં. શિવરાજસિંહ ચૌહાણે પોતાની ટ્વિટમાં લોકોને અપીલ કરી હતી કે, ફટાકડા સળગાવતી વખતે જરૂરથી ધ્યાન રાખો કે, કોઈ પણ દેવી-દેવતાના ચિત્રોવાળા ફટાકડા વેચશો નહીં અને ખરીદશો નહીં. તેના પર સંપૂર્ણ પ્રતિબંધ છે.

આ ઉપરાંત શિવરાજસિંહ ચૌહાણે કહ્યું હતું કે, દિવાળી નિમિત્તે નાના વેપારી ભાઈઓને આર્થિક સશક્ત બનાવવા,માટીના બનેલા દીવા ખરીદવા,તમામ સ્થાનિક ઉત્પાદનોને પ્રાધાન્ય આપવું જોઈએ.

જોકે,એનજીટીએ 9 નવેમ્બરથી 30 નવેમ્બર સુધી દિલ્હી-એનસીઆરમાં ફટાકડા સળગાવવા પર પ્રતિબંધ મૂક્યો છે. કોરોના વાયરસના કારણે આ વખતે દિવાળી પર વાયુ પ્રદુષણને રોકવા અને કોવિડ -19 દર્દીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને એનજીટીએ આ ચુકાદો આપ્યો હતો.

_Devanshi

Exit mobile version