- આઈસીએમઆરની એ કોરોનાને લઈને સમય મર્યાદા મક્કી કરી
- 100 દિવસ પછી ફરી સંક્રમિત થી શકે છે કોરોનાનો દર્દી
- આ પ્રકારના ત્રણ કેસ સામે આવ્યા
- સાજા થયાના 100 દિવસ બાદ ફરી કોરોના સંક્રમિતના કેસ
સમગ્ર વિશ્વમાં કોરોનાને લઈને સંકડો દેશ હેરાન છે, અનેક દેશો કોરોના સામે લડત આપી રહ્યા છે,જો કે અનેક લોકો સાજા પણ થઈ રહ્યા છે,દેશની જો વાત કરીએ તો ભારતમાં કોરોનાથી સ્વસ્થ થનારા દર્દીઓનો આંકડો વધુ જોવા મળી રહ્યો છે, અનેક દવાઓ અને વેક્સિનને લઈને પણ કાર્ય થી રહ્યું છે, જો કે આ ઉપરાંત ફરી વખત કોરોનાથી સંકર્મિત થવાના કિસ્સાઓ વધવા લાગ્યા છે,દેશમાં આ પ્રકાના 3 કેસ જોવા મળ્યા છે.
આ સમગ્ર બાબત કોરોનામાંથી ઉગરીને ફરી સંક્રમિત થવાને લઈને ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદના ડાયરેક્ટર જનરલ બલરામ ભાર્ગવે આ બાબતે સમય મર્યાદા નક્કી કરી છે, જેમાં તેમણે 100 દિવસની સમય મર્યાદા નક્કી કરી છે.
આઈસીએમઆર એ નક્કી કરી સમય મર્યાદા
- આઈસીએમઆરના ડાયરેક્ટર જનરલ બલારામ ભાર્ગવે કહ્યું કે, દેશમાં કોરોના વાયરસથી ફરી સંકમણનાત્રણ કેસ સામે આવ્યા છે. જેમાં બે કેસ મુંબઈ અને અમદાવાદના છે.
- કોરોનામાંથી સ્વસ્થ થયાના 100 દિવસ પછી ફરી સંક્રમિત થઈ શકે છે.
- કેટલાક અભ્યાસોમાં એવું પણ બહાર આવ્યું છે કે, એક વખત સંક્રમિત થનારા વ્યક્તિના શરીરમાં સામાન્ય રીતે 4 મહિનાઓ સુધી એન્ટિબોડીઝ હોય છે.
- આ પ્રકારનો પ્રથમ કેસ હોંગકોંગમાંથી મળી આવ્યો હતો.
- WHO તરફથી આ વિશે કેટલીક માહિતી એકત્રીત કરવામાં આવી
- ટેલિફોનના માધ્યમથી વાત કરી કોરોના સંક્રિમત પાસે માહિતી એકત્રીત કરવામાં આવી રહી છે
- વિશ્વ આરોગ્ય સંગઠને હજી સુધી જણાવ્યું નથી કે કોઈ વ્યક્તિ 90 દિવસ, 100 દિવસ અથવા 120 દિવસ પછી ફરીથી સંક્રમિત થઈ શકે છે.
- આ બાબતે સરકારે તેની સમય મર્યાદા 100 દિવસ નક્કી કરી છે.
- દર્દીના સ્વસ્થ થયાના 100 દિવસ પછી ફરીથી વાયરસનો ચેપ લાગવાનું જોખમ છે.
સાહીન-