Site icon Revoi.in

પતંજલિના CEO આચાર્ય બાલકૃષ્ણની તબિયત ખરાબ, એમ્સ ઋષિકેશમાં ભરતી

Social Share

પતંજલિ આયુર્વેદના સીઈઓ આચાર્ય બાલકૃષ્ણની તબિયત ખરાબ થઈ હોવાના અહેવાલ છે. તેમને ઋષિકેશ ખાતેની એમ્સમાં ભરતી કરવામાં આવ્યા છે. જો કે આ મામલામાં પતંજલિ યોગપીઠ પ્રબંધન આના સંદર્ભે કંઈપણ કહેવાથી બચી રહ્યું છે.

પતંજલિ યોગપીઠના મહામંત્રી અને યોગગુરુ બાબા રામદેવના સહયોગી આચાર્ય બાલકૃષ્ણની તબિયત બગડવા પર આજે તેમને હરિદ્વારની પતંજલિ યોગપીઠ ખાતેની ઓફિસમાંથી ઋષિકેશની એમ્સ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે આચાર્ય બાલકૃષ્ણને બેભાન અવસ્થામાં પહેલા તો હરિદ્વારની પતંજલિ યોગપીઠ નજીક ભૂમાનંદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેના પછી ડોક્ટરોએ તેમને ઋષિકેશની એમ્સ માટે રિફર કરી દીધા હતા.

તો પતંજલિ યોગપીઠ પ્રબંધન આ મામલામાં કંઈપણ કહેવાથી બચી રહ્યું છે. બીજી તરફ ભૂમાનંદ હોસ્પિટલમાં આચાર્ય બાલકૃષ્ણનું મેડિકલ પરીક્ષણ કરનારા ડોક્ટરો પ્રમાણે આચાર્ય બાલકૃષ્ણને બેશુદ્ધ સ્થિતિમાં અહીં લાવવામાં આવ્યા હતા અને તેઓ યોગ્ય રીતે જણાવી શક્યા ન હતા કે તેમને કઈ શારીરિક મુશ્કેલી છે.

હાલ મેડિકલ પરીક્ષણમાં તેમના તમામ ટેસ્ટ નોર્મલ આવ્યા છે, પરંતુ ન્યૂરો સાથે સંબંધિત મુશ્કેલીને ધ્યાનમાં રાખતા તેમને તાત્કાલિક ઋષિકેશની એમ્સમાં લાવવામાં આવ્યા છે.