Site icon hindi.revoi.in

ચીનના તણાવ વચ્ચે 28 ઓક્ટોબરના રોજ લદ્દાખની મુલાકાત લેશે સંસદીય સમિતિ

Social Share

દિલ્લી: ચીન સાથેના તણાવ વચ્ચે સંસદની સંસદીય સમિતિ બે દિવસીય લેહ પ્રવાસ પર જવાની છે. તેના સભ્યો ફોરવર્ડ પોસ્ટની પણ મુલાકાત લેશે  અને સેનાના જવાનોની કામ કરવાની રીત પણ જોશે.

સૂત્રોના જણાવ્યા મુજબ,લોકસભા સ્પીકરે સંસદીય સમિતિની મુલાકાત લેવાની મંજૂરી આપી દીધી છે. જાણવા મળ્યું છે કે સંસદની સંસદીય સમિતિ 2 દિવસના લેહ પ્રવાસ પર જશે. પબ્લિક અકાઉન્ટ કમિટીના સભ્યો 28-29 ઓક્ટોબરના રોજ લેહ જશે. લેહમાં સંસદીય સમિતિના આ સભ્યો આગળની પોસ્ટ પર જશે અને ત્યાં સેનાના કામકાજની સ્થિતિ જોશે.

ખાસ કરીને સિયાચીન અને લદાખમાં. લેહમાં સંસદીય સમિતિના સભ્યો સંરક્ષણ મંત્રાલયના અધિકારીઓ અને સેનાના ઉત્તરીય કમાન્ડ અધિકારીઓ સાથે પણ વાતચીત કરશે. સમિતિ હાઈ અલ્ટીટયુડ કલોથ, ઉપકરણો,લોજિસ્ટિક્સ અને રહેવાની વ્યવસ્થા વિષય પર ચર્ચા કરશે.

લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે ઘણા સમયથી તણાવ ચાલી રહ્યો છે. બંને પક્ષો વચ્ચે વાટાઘાટોએ આ મુદ્દાને હલ કરવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ ચીન મક્કમ છે. તાજેતરનો વિવાદ પેંગોંગ તળાવ તરફનો છે, જ્યાં ચીને જમીન પડાવવાનો પ્રયાસ કર્યો હતો, જેને ભારતીય સૈનિકોએ નિષ્ફળ બનાવ્યો હતો.

_Devanshi

Exit mobile version