Site icon Revoi.in

‘યુવતીઓ માટે બેહદ અસુરક્ષિત છે ખ્રિસ્તિ કૉ-એજ્યુકેશનવાળી શૈક્ષણિક સંસ્થા, આ સામાન્ય ધારણા’, જાણો હાઈકોર્ટે આવું કેમ ક્હ્યું?

Social Share

મદ્રાસ હાઈકોર્ટે શુક્રવારે ટીપ્પણી કરી કે લોકોમાં આ સામાન્ય ધારણા છે કે ખ્રિસ્તી શૈક્ષણિક સંસ્થાઓમાં કૉ-એજ્યુકેશન અભ્યાસનું વાતાવરણ બાળકીઓના ભવિષ્ય માટે અત્યંત અસુરક્ષિત છે. કોર્ટ પ્રમાણે, ખ્રિસ્તી મિશનરી સારું શિક્ષણ આપે છે. પરંતુ તેમનું નૈતિકતાનું સિક્ષણ એક મહત્વપૂર્ણ સવાલ રહે છે.

મદ્રાસ ખ્રિસ્તી કોલેજમાં જીવવિજ્ઞાન અભ્યાસક્રમમાં ઓછામાં ઓછી 34 વિદ્યાર્થિનીઓએ કોલેજના એક પ્રોફેસર પર યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે. જસ્ટિસ એસ. વૈદ્યનાથને પ્રોફેસરને કારણદર્શક નોટિસને રદ્દ કરવાનો ઈન્કાર કરતા આ ટીપ્પણી કરી છે. કોર્ટે કહ્યું છે કે ખ્રિસ્તી મિશનરી હંમેશા કોઈને કોઈ મામલાને લઈને સવાલોના ઘેરામાં રહે છે.

જસ્ટિસ વૈદ્યનાથને કહ્યુ છે કે સ્ટૂડન્ટ્સ વિશેષ કરીને વિદ્યાર્થિનીઓના વાલીઓમાં આ સામાન્ય ધારણા છે કે ખ્રિસ્તી સંસ્થાઓમાં સહશિક્ષણ તેમના બાળકોના ભવિષ્ય માટે અત્યાધિક અસુરક્ષિત છે. જસ્ટિસ વૈદ્યનાથને કહ્યુ છે કે હાલના સમયમાં, તેમના પર અન્ય ધર્મના લોકો માટે ખ્રિસ્તી ધર્મ અપનાવવો અનિવાર્ય કરવાના ઘણાં આરોપ લાગેલા છે. બેશક તેઓ સારું શિક્ષણ આપે છે, પરંતુ તેમની નૈતિકતાનું શિક્ષણ હંમેશા એક મહત્વપૂર્ણ સવાલ બનેલો રહેશે.

જસ્ટિસ વૈદ્યનાથને મહિલાઓના કલ્યાણની સુરક્ષા માટે બનાવવામાં આવેલા દહેજ વિરોધી કાયદા સહીત ઘણાં કાયદાના દુરુપયોગનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યુ છે કે હવે સમય આવી ગયો છે કે સરકાર આ કાયદામાં સુધારો કરે, જેથી નિર્દોષ પુરુષોની પણ સુરક્ષા થઈ શકે.

એમસીસીના સહાયક પ્રોફેસર સેમ્યુલ ટેનિસને તેમની વિરુદ્ધ યૌન ઉત્પીડન ફરિયાદની તપાસ કરનારી તપાસ સમિતિ (આંતરીક ફરિયાદ સમિતિ)ના નિષ્કર્ષો અને તેની વિરુદ્ધ 24 મે, 2019ના રોજ જાહેર કરવામાં આવેલી બીજી કારણદર્શક નોટિસ નામંજૂર કરવાનો કોર્ટને અનુરોધ કર્યો હતો. અદાલતે સમિતિના નિષ્કર્ષો અને કારણદર્શક નોટિસને લઈને દખલગીરી કરવાનો ઈન્કાર કરી દીધો.