Site icon hindi.revoi.in

કાશ્મીરના મુદ્દે પાકિસ્તાનનો યૂએન ને પત્રઃ UN ની ચુપકીદી

Social Share

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા પછી પાકિસ્તાને યૂએનએસસીને એક પત્ર લખીને સહીની માંગણી કરી છે,જેમાં સુરક્ષા પરિષદની અધ્યક્ષ જોઆના રોનેકા કોઈ પણ પ્રતિઉત્તર આપવાની સાફ ના પાડી છે, પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરૈશીએ સંયૂક્ત રાષ્ટ્રના મહાસચિવ એંટોનિયો ગુટેરસને કેટલાક દિવસ પહેલા એક પત્ર લખીને કહ્યુ હતુ કે ભારતે યૂએનએસસી ના પ્રસ્વાવોનું  ઉલ્લંધન કરીને જમ્મુ-કાશ્મીરના વિશેષ હક્કો ધરાવનારી કલમ 370ને નાબુદ કરી છે.

અમેરીકાએ કહ્યું કે આ વાતને લઈને કાશ્મીરની નીતિમાં કોઈ પણ બદલાવ નથી આવ્યો,તે ભારત અને પાકિસ્તાન સાથે મુદ્દાઓને સુલજાવવા પર નજર રાખી રહી છે,તેમણે વધુમાં કહ્યુ કે કાશ્મીરના મુદ્દામાં કોઈ પણ ત્રીજાને વચ્ચે પાડ્યા વગર આ મુદ્દાને સુલજાવવો જોઈએ,ત્યારે સંયૂક્ત રાષ્ટ્ર મહાસચિવ એંટેનિયો ગુટેરસે પણ ભારત અને પાકિસ્તાનને સંયમ રાખવા સુચવ્યું હતું, સાથે જ બન્ને દેશોને જમ્મુ-કાશ્મીરની સ્થિતીને પ્રભાવિત કરનાર પગલું ઉઠાવવાથી બચવાની અપીલ કરી હતી.

અમેરીકા વિદેશ વિભાગની પ્રવક્તા માર્ગન ઑર્ટોગસે કહ્યું કે ભારત અને પાકિસ્તાન સાથે અમારા સંબંધો ખુબ સારા છે,પાકિસ્તાનના મંત્રી ઈમરાનખાન અહિ આવ્યા હતા તેમના સાથે કાશ્મીર સહિત કેટલાક મુદ્દાઓ પર વાત થઈ હતી, અમારા પાસે કેટલાક એવા મુદ્દાઓ છે જેના પર અમે પાકિસ્તાન અને ભારત સાથે કામ કરી રહ્યા છે,અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કાશ્મીર મુદ્દે મધ્યસ્થી કરવાની વાત કરી હતી, જોકે ભારતે તેનો ઇનકાર કર્યો હતો. બાદમાં ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે મારો મધ્યસ્થ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિર્ભર છે.

ગુટરેસે શિમલા કરારનો ઉલ્લેખ કરતાં કહ્યું કે કોઈ ત્રીજો પક્ષ આ મુદ્દે મધ્યસ્થ કરી શકે નહીં. તેમના પ્રવક્તા સ્ટીફન કહ્યું કે સેક્રેટરી જનરલ જમ્મુ-કાશ્મીરની પરિસ્થિતી પર નજર રાખી રહ્યા છે. તેમણે બંને દેશોને શાંતિ જાળવવા કહ્યું છે. મહાસચિવે ભારત અને પાકિસ્તાન વચ્ચે 1972 ના શિમલા કરાર અંગે પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટર મુજબ જમ્મુ-કાશ્મીર સંબંધિત કોઈપણ નિર્ણય શાંતિપૂર્ણ રીતે લેવો જોઈએ.

ભારત સરકારે સોમવારના રોજ અનુચ્છેદ 370ને હટાવ્યા બાદ પાકિસ્તાન બોખલાયું હતુ સાથે સાથે લડાખ અને જમ્મુ-કાશ્મીરને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિભાજીત કર્યા છે,પાકિસ્તાને ભારતના આ નિર્ણયને એકતરફી ગણાવ્યો છે અને મામલાને યૂએનમાં પડકાર આપવાની વાત કરી છે

પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મેહમુદ કુરેશી શુક્રવારે સવારે બંને દેશો વચ્ચેના તણાવ વચ્ચે ચીન જવા રવાના થયા હતા. કુરેશી તેના ચીની સમકક્ષ વાંગ યી અને અન્ય નેતાઓને મળશે. આશા રાખવામાં આવી રહી છે કે કાશ્મીરના આ મુદ્દે આ દરમિયાન ચર્ચા થઈ શકે. વિદેશ સચિવ સોહેલ પણ તેમની સાથે  છે.

આ દરમિયાન  ઈમરાને ભારતના આર્ટિકલ 0 37૦ ના નિર્ણય સામે આંતરરાષ્ટ્રીય સમુદાયનો ટેકો માંગ્યો હતો.તેમણે કહ્યું હતું કે કાશ્મીરીઓ સામે વધારે સૈન્ય બળનો ઉપયોગ થવો જોઈએ નહીં. કાશ્મીરમાં કર્ફ્યુ હટાવ્યા બાદ કાશ્મીરીઓનું શું થશે તે જોવા માટે આખું વિશ્વ રાહ જોઈ રહ્યું છે. ભાજપ સરકાર કાશ્મીરીઓ સામે લશ્કરી બળનો ઉપયોગ કરીને એમ વિચારે છે કે તેમનો સ્વતંત્રતા ચળવળ બંધ થઈ જશે .ઘાટીઓમાં ભયનું વાતાવરણ છે.

પાકિસ્તાને કહ્યું કે તે ભારતની કલમ 37૦ પર લીધેલા નિર્ણયની વિરુદ્ધ તમામ શક્ય પ્રયાસો કરશે. પાકિસ્તાને બુધવારે ભારત સાથે દ્વિપક્ષીય વ્યાપાર સંબંધો સમાપ્ત કરવાનો અને રાજકીય સંબંધોને કાપવાનો નિર્ણય કર્યો છે. ગુરુવારે ભારતે પાકિસ્તાને ફરી એક વખત તેના નિર્ણયની સમીક્ષા કરવા કહ્યું હતું.

જોકે, ચીને ભારતના આ પગલાનો વિરોધ કર્યો હતો. ચીને કહ્યું હતું કે ભારતે અમારી પ્રાદેશિક સાર્વભૌમત્વને ઓછો અંદાજ આપ્યો છે. આ પછી ભારતે ચીનના નિવેદન પર કહ્યું હતું કે આ આપણો આંતરિક મામલો છે.

Exit mobile version