Site icon hindi.revoi.in

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો ‘ફ્લોપ શો’, ઇમરાનના દરેક દાવપેચ નિષ્ફળ સાબિત થયા

Social Share

પાકિસ્તાને ભારત સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 હટાવ્યાના મામલે  વિરોધ કરવામાં  સંપૂર્ણ તાકાત લગાવી દીધી હતી  પરંતુ તે દરેક મોરચામાં દરેક સ્થળ પર નિષ્ફળ રહ્યું છે, અંતે  બાખલાયેલા પાકિસ્તાને જાહેર કર્યું કે ભારતના સ્વતંત્રતા દિવસના દિવસે તે આખા વિશ્વમાં ભારત સામે  ઉગ્ર વિરોધ પ્રદર્શન કરશે પરંતુ પાકિસ્તાનને અહિ પમ અસફળતા જ પ્રાપ્ત થઈ,અહિ પણ પાકિસ્તાનને હતાશા જ મળી.

ઉલ્લેખનીય છે કે ચીનથી પરત ફર્યા પછી પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મેહમુદ કુરેશીએ કહ્યું હતું કે, દૂનિયાભરના લોકો કાશ્મીરના મુદ્દે પાકિસ્તાન સાથે મળીને  ભીરતના આ કાશ્મીર વાળા મુદ્દે વિરોધ પ્રદર્શન કરશે. આ મુદ્દે પાકિસ્તાને 15 ઓગસ્ટના રોજ પાકિસ્તાન સહિતના ઘણા દેશોમાં  વિરોધ પ્રદર્શન કર્યો હતો.

પાકિસ્તાન વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશી પોતે પાકિસ્તાનમાં વિરોધનો મોરચો સંભાળી રહ્યા હતા. પાકિસ્તાનનો હેતુ આ પ્રદર્શન તરફ વિશ્વનું ધ્યાન આકર્ષિત કરવાનો હતો, જેમાં તેઓ ને સંપૂર્ણ રીતે નિષ્ફળતા પ્રાપ્ત થઈ હતી , ત્યારે  કેટલાક દેશોમાં પ્રદર્શન કરી રહેલા પાકિસ્તાનીઓને ત્યાંના સ્થાનિક  પોલીસે અટકાયત કરીને તેઓની ધરપકડ પણ કરી હતી. ફ્રાન્સ, જર્મની, બ્રિટન અને ઇટાલી સહિતના ઘણા દેશોમાં સ્થાયી થયેલા પાકિસ્તાનીઓએ વિરોધ કરવાનો પ્રયાસ કર્યો હતો જો કે તેમાં તેને પુરેપુરી નિષ્ફળતા જ મળી હતી.

પાકિસ્તાનીઓએ ભારતના સ્વાતંત્રતા દિવસનો વિરોધ કરતા બ્લેક ડેની ઉજવણી કરી હતી, પરંતુ તેઓ વિશ્વભરના સોશ્યલ મીડિયા પર ટીકાનો શિકાર બન્યા હતા. પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન પોતે ભારતના વિરોધના મોરચામાં પ્રતિનિધિત્વ ધરાવે છે. પરંતુ કાશ્મીર મુદ્દે ચીન સિવાય કોઈ પણ  પાકિસ્તાનની પડખે ઊભુ નથી અને નતો કોઈ પાકિસ્તાનને સમર્થન આપી રહ્યુ હતું છેવટે સંયૂક્ત રાષ્ટ્રની બેઠકમાં પણ માત્ર 1 વૉટ મેળવીને પાતે જ પોતાની મજાક ઉડાવવા જેવું સાબિત થયું છે.

Exit mobile version