1. Home
  2. revoinews
  3. ટેરર ફન્ડિંગ સાથે જોડાયા છે પાક.હાઈ કમીશનના તાર: NIA
ટેરર ફન્ડિંગ સાથે જોડાયા છે પાક.હાઈ કમીશનના તાર: NIA

ટેરર ફન્ડિંગ સાથે જોડાયા છે પાક.હાઈ કમીશનના તાર: NIA

0
  • ભારતીય વિદેશ મંત્રાલયે લીધો અગત્યનો નિર્ણય
  • પાકિસ્તાન હાઈ કમીશનના અધિકારીઓ અને કર્મચારીઓની સંખ્યા ઘટાડશે
  • આ કર્મચારીઓ અને અધિકારીઓ ટેરર ફન્ડિંગમાં સંડોવાયેલા છે

ભારતીય વિદેશ મંત્રાલયએ અગત્યનો નિર્ણય લીધો છે. મંત્રાલયએ દિલ્હી સ્થિત પાકિસ્તાન હાઈ કમિશનના અધિકારીઓ અને કર્મચારીઓની સંખ્યા ૫૦ ટકા ઘટાડવાનો નિર્ણય લીધો છે. વિદેશ મંત્રાલય તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાન હાઈ કમીશનના અધિકારી દેશમાં જાસૂસી ગતિવિધિઓમાં સામેલ હોવા ઉપરાંત અનેક આતંકી સંગઠનો સાથે સાંઠગાંઠ ધરાવે છે. આ અંગેના પુરાવા પણ મળ્યા છે, તેથી ભારતે સ્ટાફની સંખ્યા ઘટાડવાનો નિર્ણય લીધો છે.

NIA ને જમ્મુ કાશ્મીર ટેરર ફન્ડિંગ મામલામાં મજબૂત પુરાવા મળ્યા છે. તપાસમાં ખુલાસો થયો છે કે હુર્રિયત નેતાઓ સુધી પાકિસ્તાન કમિશનનાં અધિકારીઓ નાણાં પહોંચાડતા હતા. કાશ્મીરના એક ઉદ્યોગપતિ જહુર અહમદ શાહ વટાલી દ્વારા પાકિસ્તાન હાઈ કમિશન અને પાકિસ્તાનની ઈન્ટેલિજન્સ એજન્સી આઈએસઆઈ, હુરિયત નેતાઓને નાણાં મોકલાતા હતા.

તલાશી દરમિયાન વટાલીના ઘરેથી કેટલાક એવા દસ્તાવેજો NIAને મળ્યા જેનાથી એ સ્પષ્ટ થાય છે કે પાકિસ્તાન હાઇ કમીશનના અધિકારી સીધી રીતે હુર્રિયત નેતાઓ માટે વટાલીને નાણા મોકલતા હતા. દસ્તાવેજથી એ સ્પષ્ટ થાય છે કે પાકિસ્તાન હાઇ કમીશનના અધિકારી ઇકબાલ ચીમા જહૂર વટાલીની પાસે લાખો રૂપિયા મોકલતા હતા જેથી તેને હુર્રિયત નેતાઓ સુધી પહોંચાડી શકાય અને કાશ્મીરમાં ગડબડ ફેલાવી શકાય.

NIAને મળેલા દસ્તાવેજ મુજબ, 15 માર્ચ 2016ના રોજ વટાલીને 30 લાખ રૂપિયા મોકલવામં આવ્યા અને 20 ઓક્ટોબર 2016ના રોજ 40 લાખ વટાલીને મોકલવામાં આવ્યા. તપાસ મુજબ જાણવા મળ્યું કે આ રકમ પાકિસ્તાન હાઇ કમીશનમાં ફર્સ્ટ સેક્રેટરી-પ્રેસ ઇકબાલ ચીમાએ મોકલી હતી. 23 સપ્ટેમ્બર 2015થી 2 નવેમ્બર 2016 સુધી પાક. હાઇ કમીશનમાં ફર્સ્ટ સેક્રેટરી પ્રેસ તરીકે કાર્યરત હતા મુદસ્સર ઇકબાલ ચીમા. જોકે 2016માં ચીમા સહિત 6 અધિકારીઓને પાકિસ્તાને પરત બોલાવી દીધા હતા. પરંતુ દિલ્હીમાં હાઇ કમીશનમાં કાર્યકાળ દરમિયાન ઇકબાલ ચીમા સતત હુર્રિયત નેતાઓને નાણા મોકલતા રહેતા હતા.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.